અરે આ શું ‘હર કુત્તે કા દિન આતા હૈ ‘ કહેવત ને હકીકત માં બદલી આ ગલુડિયા એ , રસ્તા પર ચાલતા નાના ગલુડિયા ને ડરાવ્યુ , ત્યારબાદ ગલુડિયા એ કર્યું એવુ કે …. જુઓ વિડીયો

ઘણીવાર એવું બનતું હોય છે કે રસ્તા પર ચાલતી વખતે આપણે કૂતરાઓ સામે આવીએ છીએ. કેટલીકવાર આપણે તેનાથી ડરીને પીછેહઠ કરીએ છીએ અને ક્યારેક આપણે તેમને પથ્થરોથી ડરાવવાનો પ્રયાસ કરતાં હોઈએ છીએ. ત્યારે હાલમાં એક આવો જ કુતરા અને 2 વ્યક્તિનો ફની વિડીયો સામે આવી રહ્યો છે. જેમાં રસ્તા પર ચાલતા બે લોકોએ પણ કૂતરાની સાથે આવું જ કર્યું. પરંતુ થોડા સમય બાદ તેમના જે હાલ થયા તે જોઈને દરેક લોકો હસી રહ્યા છે. ગલુડિયાઓ રસ્તા પર ચાલતા બે લોકોની સામે આવે છે અને તેઓ તેમને ડરાવવાનો પ્રયાસ કરે છે. જ્યારે વ્યક્તિ તેના હાથથી ગલુડિયાને મારવાનો પ્રયાસ કરે છે, ત્યારે તે ગલૂડિયું ડરીને ભાગી જાય છે. પરંતુ થોડા સમય પછી કંઈક એવું થાય છે કે જેના પર તમે પણ વિશ્વાસ કરી શકશો નહીં.

વાસ્તવમાં વાઇરલ થઈ રહેલ વિડિયોમાં તમે જોઈ શકો છો કે બે માણસોને શેરીમાં ચાલીને જય રહયા છે. જ્યારે બે ગલુડિયાઓ તેમની તરફ દોડે છે. જો કે તે વ્યક્તિ તેના હાથમાં પથ્થર હોવાનું નાટક કરીને તેમને ભગાડી દેય છે. આ જોઈને ગલુડિયાઓ તરત જ ત્યાંથી ભાગી જાય છે. પરંતુ કિસ્સો અહી પૂરો થતો નથી. થોદ્ફા સમય પછી તે ગલૂડિયાની સાથે એક મોટો કૂતરો લાવે છે, આ મોટા કુતરા ને જોતાં જ પેલા બે વ્યક્તિ ની હવા ટાઈટ થઈ જાય છે.

કર્મ ખરેખર થાય છે અને વીડિયો તેનો પુરાવો છે. આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે કોઈ પણ વસ્તુને ઓછી ન આંકશો. તમારા કરતા હંમેશા કોઈક મજબૂત હોય છે. આ વીડિયો જોઈને દરેક લોકો દિલ ખોલીને હસી રહ્યા છે. આ વિડીયો જોયા બાદ લોકો ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે.

જેમાં એક યુઝરે કહ્યું કે તેમને કદાચ ખ્યાલ પણ નહીં હોય કે આ બે નાના બચ્ચાંનો એક મોટો ભાઈ પણ છે. ત્યાં જ અન્ય યુઝરે કહ્યું કે ગલુડિયાએ પણ કહ્યું હશે કે પાપા હવે તમે આવો. તો એકે કહ્યું કે તેઓએ પહેલાથી જ કોઈને બેકઅપ માટે રાખ્યા હોવા જોઈએ. હાલમાં તો આ રમૂજી વિડીયો લોકોને બહુ જ પસંદ આવી રહ્યો છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *