સુરતના વેસુમાં મોડલે ગળાફાંસો ખાયને પોતાની જીદંગી ટૂંકાવી લીધી !! રાત્રે મોડી આવી અને સવારે હાલત જોઈ તો મૃત હાલત…જાણો પુરી ઘટના

આજ રોજ સુરત શહેરમાં એક ખુબ જ દુઃખદ ઘટના સામે આવી છે, સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, સુરતમાં 28 વર્ષીય મોડલનું દુઃખદ નિધન થયું છે, ચોંકાવનારી વાત એ છે કે, મોડલએ ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું. ખરેખર આ ઘટનાએ સુરત શહેરમાં ચકચાર મચાવી દીધો છે.વીટીવીના અહેવાલ અનુસાર જાણવા મળ્યું છે કે, આ દુઃખ બનાવ પાછળ પ્રાથમિક માહિતી મુજબ પ્રેમ પ્રકરણમાં આ પગલું ભર્યો હોવાનું મળ્યું છે.

આ મોડલ વિષે માહિતી જાણવા મળી છે કે, મૃતક મોડલનું નામ તાન્યા હતું અને મૂળ વતન રાજસ્થાન છે. આ દુઃખદ ઘટના અંગે પરિવારને જાણ થતા જ પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. પોલીસની તપાસમાં પણ હાલમાં ચોક્કસ આપઘાતનું કારણ સામે આવ્યું નથી. જોકે, પ્રેમ પ્રકરણમાં આપઘાતની પગલું ભરી લીધું હોવાની આશંકા સેવવામાં આવી રહી છે.

તાન્યા પિતા મિલમાં કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. તાન્યાના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.આપણે ઈશ્વરને પાર્થના કરીએ કે મૃતકની આત્માને શાંતિ મળે અને પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. ખરેખર આ ઘટના ખુબ જ દુઃખદાયક છે અને જીવનમાં એક વાત યાદ રાખવી જોઈએ કે, જીવનમાં મુશ્કેલીઓ અનેક આવે પરંતુ ક્યારે પણ આપઘાત જેવું પગલું ન ભરવું જોઈએ.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *