લોકસાહિત્યકાર દેવાયત ખવડ પર જાપાનના મહેમાનોએ કર્યો રૂપિયાનો વરસાદ, દેવાયત ખવડ બોલ્યા કે, જાપાનવાળા માટે….જુઓ વિડીયો

જાપાનના મહેમાનોએ ગુજરાતી લોકકલાકાર દેવાયત ખવડ પર રૂપિયાનો વરસાદ કરીને ભારે પ્રેમ અને આદર વ્યક્ત કર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ચાલો અમે આપને આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી આપીએ . વાયરલ વીડિયોમાં દેવાયત ખવડ લોકડાયરામાં લોક સાહિત્યની વાતો કરી રહ્યા છે. આ દરમિયાન જ જાપાનના એક યુગલ દેવાયત ખવડ પર પૈસા ઉડાડવા લાગે છે. આ જોઈને દેવાયત ખવડ સ્ટેજ પરથી તેમનું સ્વાગત કરે છે અને કહે છે, “જાપાનવાળા આવ્યા છે, તેમને આપણે સૌ તાળીઓથી વધાવીએ.”

આ ઘટના ગુજરાતની ધરતી પર અતિથિ દેવો ભવની ભાવનાનું સુંદર ઉદાહરણ છે. ગુજરાતીઓ દરેક મહેમાનનું ઉષ્માભર્યું સ્વાગત કરે છે અને તેમને પોતાના પરિવારના સભ્યોની જેમ માન આપે છે.આ વાયરલ વિડિયો ગુજરાતની સંસ્કૃતિ અને મહેમાનગતિનું પ્રતીક છે. તે દર્શાવે છે કે ગુજરાતીઓ વિશ્વભરના લોકોને પ્રેમ અને આદર સાથે આવકાર આપે છે.આ વાયરલ વિડિયો ગુજરાત અને ગુજરાતીઓ માટે ગર્વની બાબત છે.

ખરેખર આ વિડીયો જોઈએ એટલું તો જરૂરથી કહી શકાય કે, દેવાયત ખવડની લોકપ્રિય પણ એટલી છે કે, આજે દેશ વિદેશમાં તેમની નામના છે. તેમણે પણ પોતાના જીવનમાં સંઘર્ષ કરીને સફળતા હાંસિલ કરી છે છતાં પણ દેવાયત ખવડનું વ્યક્તિત્વ ખૂબ જ સાદગી ભર્યું અને સરળ છે, આ જ કારણે અનેક લોકો તેમના ચાહક છે. આ વાયરલ વીડિયોમાં પણ તમે જોઈ શકશો કે લોક ડાયરામાં લાખોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને લોકો એ રૂપિયાનો વરસાદ કર્યો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *