ગુજરાતના લોક લાડીલા ખજૂરભાઈ પોતાની ટીમ સાથે છે, હાલ આ દેશના પ્રવાસે! શેર કરી આ ખાસ તસવીરો.. જુઓ

ગુજરાતના લોકપ્રિય ખજૂરભાઈ હાલમાં વિદેશ પ્રવાસ પર છે, ત્યારે સોશિયલ મીડિયા પર તસવીરો વાયરલ થઇ રહી છે. ખજૂરભાઈ હાલમાં એક મહિના માટે વિદેશ પ્રવાસ માટે ગયેલ છે, ત્યારે તેમને સોશિયલ મીડિયાના માધ્યમથી સૌ ચાહકોને આ વાત જણાવી છે અને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ દ્વારા પોતાના ચાહકોને અપડેટ્સ આપી રહ્યા છે. ચાલો અમે આપને જણાવીએ કે આખરે ખજૂરભાઈ ક્યાં દેશના પ્રવાસ પર છે.

Screenshot 2024 04 27 11 35 22 83 1c337646f29875672b5a61192b9010f9 246x300 1

આપણે સૌ કોઈ જાણીએ છે કે, ખજૂરભાઈએ પોતાનું જીવન લોક સેવા માટે સમર્પિત કર્યું છે. ઘણા સમયથી તેઓ લોકોના ઘર બનાવી રહ્યા છે, સૌથી ખાસ વાત એ છે કે તેમના લગ્ન બાદ પણ તેઓ પોતાના પત્ની સાથે ફરવા નહોતા ગયા કારણ કે અનેક લોકોના ઘર બનાવવાના બાકી હતા. ખજૂરભાઈ ખરેખર ખુબ જ સેવાભાવી વ્યક્તિ છે, અત્યાર સુધી તેમને 100 થી વધુ લોકોના ઘર બનાવ્યા હશે.

Screenshot 2024 04 27 11 35 47 05 1c337646f29875672b5a61192b9010f9 197x300 1

ખજૂરભાઈના આપણે જેટલા પણ વખાણ કરીએ એટલા ઓછા છે. ચાલો અમે આપને જણાવી દઈએ કે, ખજૂરભાઈ ક્યાં દેશના પ્રવાસ પર છે. તમને જાણીને નવાઈ લાગશે કે ખજૂરભાઈ હાલમાં શિકાગોના પ્રવાસ પર છે. ખજૂરભાઈએ સોશિયલ મીડિયા પર જણાવેલ કે તેઓ એક મહિના સુધી હવે યુએસનો પ્રવાસ કરેશે. યુએસમાં તેમને એક કાર પણ રેન્ટ પર લીધી છે, જેના દ્વારા તેઓ યુએસની સફર કરશે.

Screenshot 2024 04 27 11 36 13 83 1c337646f29875672b5a61192b9010f9 199x300 1

ખજૂરભાઈએ યુએસ પહોંચતા જ પોતાના ઘરે બનાવેલા થેપલાનો સ્વાદ માણ્યો હતો. સૌથી ખાસ વાત એ છે કે ગુજરાતી ગમે ત્યાં જાય પણ તેમની સાથે થેપલા તો અચૂકપણે સાથે હોય છે. ખરેખર ખજૂરભાઈએ પણ શિકાગોમાં થેપલાનો સ્વાદ માણીને સાબિત કરી બતાવ્યું કે તેઓ અસલ ગુજરાતી છે. હાલમાં તો સોશિયલ મીડિયા પર ખજૂરભાઈ અને તેમાં ટિમ મેમ્બર્સ ની તસવીરો લોકોને ખુબ જ પસંદ આવી રહી છે.

Screenshot 2024 04 27 11 35 22 83 1c337646f29875672b5a61192b9010f9 246x300 1 1

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *