લગ્નબાદ પહેલીવાર ખજૂરભાઈ પોતાના પત્ની સાથે આ જગ્યાએ ફરવા પહોંચ્યા…સોશિયલ મીડિયા પર શેર કરી આ ખાસ તસવીરો….જુઓ

ગુજરાતના લોક લાડીલા ખજૂરભાઈ અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાના કાર્ય ના લીધે ચર્ચામાં રહે છે, હાલમાં તેઓ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે અને ખાસ વાત એ છે કે સોશિયલ મીડિયા પર ખજુરભાઈ અને તેમના ધર્મ પત્ની મીનાક્ષી દવેની તસવીરો સામે આવી છે. આ તસવીરોમાં તમે જોઈ શકશો કે ખજૂરભાઈએ પોતાની પત્ની સાથે દરિયા કિનારે હળવાશની પળો વિતાવીછે . આ તસવીરો મીનાક્ષી દવેએ પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી છે. ખરેખર આ તસવીરો સૌ ચાહકોને ખુબ જ પસંદ આવી રહી છે.

Screenshot 2024 01 27 11 05 24 72 1c337646f29875672b5a61192b9010f9

આપણે સૌ કોઈ જાણીએ છે કે, ખજૂરભાઈના લગ્ન થોડા મહિના પહેલા જ થયા છે અને લગ્ન થયા બાદ તેનો ક્યાંય ફરવા પણ નથી ગયા કારણ કે મીનાક્ષી દવેએ ખજૂરભાઈને કહેલું કે તમે સૌથી પહેલા અધુરા જે ઘરો છે તે પૂર્ણ કરો.આ વાત ખજૂર ભાઈએ એક ઇન્ટરવ્યૂમાં જણાવી હતી. ખજૂરભાઈ જે કાર્ય કરી રહ્યા છે તે ખુબ જ સરહાનિય છે કારણ કે ખજૂરભાઈએ નિઃસ્વાર્થ પણે લોકોની સેવા કરી રહ્યા છે.

Screenshot 2024 01 27 11 05 47 76 1c337646f29875672b5a61192b9010f9

ગુજરાતમાં જ્યારે વાવાઝોડું આવ્યું હતું. ત્યારે અનેક લોકોએ પોતાના ઘર ગુમાવ્યા હતા, જેથી ખજૂરભાઈએ લોકોને ઘર બનાવવા નું કાર્ય શરૂ કર્યું હતું અને અત્યાર સુધીમાં ખજૂરભાઈ અનેક લોકોને પોતાના ઘરનું ઘરનું સપનું સાકાર કર્યું છે. આ જગતમાં માનવી પાસે પોતાનું ઘરનું ઘર તો અવશ્યપણે હોવું જ જોઈએ કે કારણ કે ઘર એ એક એવી જગ્યા છે જ્યાં માણસને જગત ભરનો થાક ઉતરી જાય છે. જેને પોતાનો આશરો નથી એને પૂછો કે ઘર ન હોવાનું દુઃખ શું હોય છે?

Screenshot 2024 01 27 11 05 33 92 1c337646f29875672b5a61192b9010f9

ખજુરભાઈએ દરેક લોકોના જીવનમાં ખુશીઓના રંગ ભર્યા છે, જેમના પાસે પોતાનું ઘરનું ઘર ન હતું! ખરેખર ખજૂરભાઈનું કાર્ય ઉત્તમ છે અને તેમનું અંગત જીવનપણ ખુબ જ સરળ અને પ્રેમાળ છે. કારણ કે હાલમાં જે તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે તેમાં જોઈ શકશો કે ખજૂરભાઈ એક લોકપ્રિય ચહેરો હોવા છતાં પણ એક સામાન્ય વ્યક્તિની જેમ જ પોતાની પત્ની સાથે દરિયા કિનારે હળવાશની પળો વિતાવી.

Screenshot 2024 01 27 11 06 02 32 1c337646f29875672b5a61192b9010f9

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *