દેશી ઢોલ ના તાલે કીંજલ દવે એ રંગ જમાવી દિધો ! જુઓ વિડીઓ કોના લગ્ન મા…

હાલમાં ચારોતરફ ગુજરાતમાં લગ્નનો માહોલ છે, ત્યારે આપણા ગુજરાતી કલાકારો પણ તેમના પોતાના પરિવારજનોના લગ્નમાં હાજરી આપીને સામાન્ય વ્યક્તિની જેમ જ લગ્નનો અનેરો આનંદ માણતા જોવા મળી રહ્યા છે. હાલમાં જ સોશિયલ મીડિયામાં કિંજલ દવેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કિંજલ દવે દેશી ઢોલના તાલે ઉલ્લાસ સાથે નાચી રહી છે.

આપણે જાણીએ છે કે, આપણે ગુજરાતીઓ લગ્નમાં મન મુકીને નાચીએ છે. કિંજલ દવે આપણા માટે એક કલાકાર છે પરંતુ તેમના પરિવાર માટે તો તે માત્ર કિંજલ છે. આ વીડિયો દ્વારા તમે જોઈ શકો છો કે, જે રીતે આપણે બીજાના લગ્નમાં મનમૂકીને નાચતા હોઈએ છીએ એવી જ રીતે કિંજલ પણ દેશી ઢોલના તાલે ઝૂમી રહી છે. આ રિલ્સ કિંજલ દવેના પિતા લલિત દવે શેર કરી છે.

આ રિલ્સ પહેલા પણ તેમને એક લગ્નની તસ્વીર મૂકી છે અને આ લગ્નની તસવીરોમાં તેમણે અશોક કુમાર અને રમીલા બનેને ભાણા અને ભાણીબાના લગ્નની શુભેચ્છાઓ પાઠવી છે, જેથી આ રિલ્સ પરથી કહી શકાય કે આ લગ્ન પણ તેમના કોઈ નજીકના સંબંધીના હોય શકે છે અને સૌથી ખાસ વાત એ છે કે, કિંજલ દવેના પિતાએ આ રિલ્સ શેર કર્યાની સાથો સાથ એક ખાસ વાત પણ કહી છે.

આપણે જાણીએ છે કે, કિંજલ દવેનાં પિતા સોશીયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર સોશિયલ મીડિયામાં તેમના અંદાજમાં ફોટોઝ અને વીડિયોની સાથો સાથ કેપશન પણ લખે છે. કિંજલ દવેનો આ વીડિયો શેર કરતી વખતે પણ લલિત દવે એ લખ્યું કે, ” મને વાલો બનાસકાંઠોપીયોર મારું મેવાસી મલક મારો માયાળુને રૂડો દેશી ઢોલમટચી રમતા માનવી મુખે મીઠા બોલ. ” આ વાત પરથી કહી શકાય છે કે આ લગ્ન લલિત ભાઈના મોસાળમાં હશે. લગ્ન કોઈપણ વ્યક્તિનાં હોય પરંતુ ખાસ વાત એ છે કે, કિંજલ દવે ખૂબ જ મનમોહક ગરબા રમ્યા છે અને લગ્નમાં રંગ જમાવી દીધો અને વિચાર કરો કે એ જે વ્યક્તિનાં લગ્ન હશે તેના માટે આ યાદગાર સંભારણું બની ગયું કે તેના લગ્નમાં ગુજરાતી કોયલ ગણાતી કિંજલ દવે એ ડાન્સ કર્યો છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *