સોશિયલ મીડિયા પર સૌને પેટ પકડીને હસાવનાર કુશલ મિસ્ત્રી અમદાવાદ નહીં પણ મૂળ આ ગામના વતની !! એન્જીનીયરીંગ છોડી વિડીયો…જાણો તેમની જીવન કહાની

સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જ્યા તમે રાતો રાત તો ફેમસ નથી થતા પરંતુ તેના પર ખુબ મેહનત કરો તોજ ફેમસ થઇ શકશો, અનેક એવા શખ્સો હશે જે રાતો રાત તો ફેમસ થઇ જતા હોય છે પરંતુ લાંબા સમય સુધી ફેમસ રહી શકતા નથી આથી જો વર્ષોની મેહનતથી ફેમસ થશો તો લાંબા સમય સુધી તમે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર ટકી શકશો. એવામાં આજના આ લેખના માધ્યમથી અમે એક એવા ફેમસ સ્ટાર વિશે જણાવાના છીએ જેણે આખા ગુજરાતમાં સોશિયલ મીડિયા પર ખુબ મોટું નામ કમાય લીધું છે.

IMG 20240207 140145

આ યુવક બીજો કોઈ નહીં પરંતુ આપણા અમદાવાદી મેન એટલે કે કુષલભાઈ મિસ્ત્રી છે જેને હાલ આખા ગુજરાત રાજ્યમાં સૌ કોઈ ઓળખતું થઇ ચૂક્યું છે. કૌશલભાઈ પોતાના ફની વિડીયોથી સૌ કોઈને ખુબ વધારે હસાવે છે, માધ્યમ જાણે કોઈપણ હોય પણ કૌશલભાઈ આપણને ન હસવાનો એક મોકો નથી આપતા આજ કારણ છે કે તેઓ હાલ આટલા બધા ફેમસ થઇ ચુક્યા છે. ફક્ત કુશલ મિસ્ત્રી જ નહીં પરંતુ તેમની આ સફળતામાં તેમના સાથી મિત્રો પણ ભાગીદાર છે.

IMG 20240207 140159

તમને જણાવી દઈએ કે કુશલ મિસ્ત્રીનો જન્મ 21 જાન્યુઆરી,1997 ના રોજ થયો હતો, તેઓ મૂળ વિજાપુરના છે પરંતુ હાલ તેઓ અમદાવાદમાં રહે છે. જો તેમના અભ્યાસ વિશે વાત કરવામાં આવે તો કુશલભાઈએ વિશ્વકર્મા ગવર્મેન્ટ કોલેજમાં એન્જીનીયરીંગનો અભ્યાસ કર્યો હતો જ્યા તેઓની પાર્થ પરમાર, જતીન પ્રજાપતિ તથા વિજય સાથે મિત્રતા બંધાય હતી, દિવ્યભાસ્કરના એહવાલ મુજબ એમ પણ જાણવા મળ્યું છે કે કોલેજમાં થતા ફ્રસ્ટ્રેશનને દૂર કરવા માટે કુશલભાઈએ તેમના મિત્રો સાથે મળીને વિડીયો બનાવાનું શરૂ કર્યું હતું.

IMG 20240207 140242

કોલેજ પૂર્ણ થતા સૌ કોઈ નોકરીએ લાગી ગયું જેમાં કુશલભાઈ ગ્રાફિક ડિઝાઇનિંગની પાર્ટ ટાઈમ નોકરીએ લાગ્યા હતા જયારે પાર્થભાઈ નેટવર્કની નોકરી કરી હતી, આ સમયગાળા દરમિયાન તેઓ શનિવાર તથા રવિવાર એકઠા થતા અને વિડીયો બનાવીને યુટ્યુબ પર અપલોડ કરતા, જોત જોતામાં જ તેઓની યુટ્યુબ ચેનલ પર 10 હાજર સબ્સક્રાઇબર્સ થઈ ગયા અને ધીરે ધીરે આવક પણ શરૂ થઇ ગઈ.

IMG 20240207 140254

વિડીયો પર તેઓ સરખી રીતે ફોક્સ કરી શકે તે માટે થઈને તેઓએ નોકરી છોડી દીધી અને પોતાનું સંપૂર્ણ ધ્યાન વિડીયો બનાવામાં લગાવી દીધું, આ બાદથી કુશલભાઈ અને તેમના મિત્રોએ વીડિયોમાં એટલી મેહનત કરી કે હાલ તેઓની એક અલગ જ ઓળખ બની ચુકી છે એટલું જ નહીં મોટા મોટા ફિલ્મી સિતારોઓને ગુજરાતની અંદર પોતાની ફિલ્મનું પ્રમોશન કરવા માટે તેમની પાસે આવે છે.

IMG 20240207 140307

કુશલભાઈની આટલી બધી સફળતા પાછળ પણ તેમની ખુબ મેહનત તથા સ્ટ્રગલ રહ્યો છે તેમના સફળતાના આ રસ્તા પર અનેક મુશ્કેલીઓ આવી પરંતુ તેઓ અડગ રહયા અને હાલ જુઓ તેઓ કેટલા સફળ છે, 4 મિત્રોની આ ટોળી હાલ આખા સોશિયલ મીડિયા પર ખુબ ફેમસ થઇ ચુકી છે. મિત્રનું આ ગ્રુપ અનેક સાથે વિડીયો બનાવે છે જેમાં પાર્થભાઈ, જતીભાઈ તેમ જ વિજયભાઈ કુશલભાઈ સાથે વિડીયો બનાવતા હોય છે, હાલ યુટ્યુબ તથા ઇન્સ્ટાગ્રામમાં તેઓના અનુક્રમે 10 લાખથી વધારે સબસ્ક્રાઈબર તથા 1 મિલિયનથી પણ વધારે ફોલોવર્સ છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *