ગુજરાતના લોક સાહિત્ય કલાકાર માયાભાઈ આહિર આ દેશના પ્રવાસે! માયાભાઈને આવા અંદાજમાં તમે ક્યારેય નહીં જોયા હોય, જુઓ ખાસ તસવીરો….

ગુજરાતના લોક સાહિત્ય કલાકાર એટલે માયાભાઈ આહીર. આપણે જાણીએ છીએ કે માયાભાઇ આહિરે અનેક દેશ વિદેશોમાં ગુજરાતી લોકસાહિત્ય નું રસપાન કરાવી છે અને તેમણે અનેક લોકડાયરોમાં રમઝટ બોલાવે છે. માયાભાઈ આહીર અમેરિકાના પ્રવાસે છે ત્યારે તેમણે આ પ્રવાસની ખાસ તસવીરો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે આ તસવીરમાં તમે માયાભાઈ આહીર નો જે અંદાજ જોશો તે ખૂબ જ અનોખો છે.

Screenshot 2023 07 21 22 26 23 166 com.instagram.android

સૌથી ખાસ વાત એ છે કે, માયાભાઈ આહીરનું નામ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં (World Book Of Records London) નોંધાયેલું છે. ભગુડા મોગલ ધામ ખાતે આયોજિત કાર્યક્રમમાં મોરારી બાપુ સહિતના સંતો અને મહંતોની હાજરીમાં માયાભાઈ આહીરને સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. વિશ્વના 34 જેટલા દેશોમાં 5 હજાર જેટલા કાર્યક્રમ કરવા બદલ તેમને આ સન્માન આપવામાં આવ્યું હતું.

Screenshot 2023 07 21 22 26 37 492 com.instagram.android

ખરેખર માયાભાઈ આહિરે પોતાના જીવનમાં શૂન્યમાંથી સર્જન કર્યું છે અને આજે તે જે સ્થાન પર છે તે ખરેખર બિરદાવા લાયક છે. એક સમયે એવો હતો જ્યારે માયાભાઈ આહીરને કોઈ નહોતું ઓળખતું પરંતુ આજે માયાભાઈ આહીરનું નામ દેશ વિદેશમાં ગુંજી રહ્યું છે. હાલમાં જ માયાભાઇ અહિરે 16 જૂનના રોજ અમેરિકા ખાતે લોકડાયરામાં હાજરી આપી અને અમેરિકાના સિટીઓમાં હરવા ફરવાની મોજ પણ માણી હતી.

Screenshot 2023 07 21 22 26 30 434 com.instagram.android

માયાભાઈ આહીર આજે ઉચ્ચ કોટિના સ્થાને હોવા છતાં પણ તેમનો સ્વભાવ ખૂબ જ સરળ ને શાંત છે, તેમનું નિખાસલપણું અને સાદગી જ લોકોના હૈયાંને જીતી લે છે, ખરેખર આ તસવીરો જોઈને સૌ કોઈ ચાહકોએ માયાભાઈ આહીરના વખાણ કર્યા છે, ખરેખર આ તસવીરો જ્યારે તમે જોશો તો તમે પણ માયાભાઈ આહીરની આ મોજના વખાણ કરશો!

Screenshot 2023 07 21 22 26 14 387 com.instagram.android

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *