જાણો મેહૂલ બોઘરાનુ મુળ વતન અને પરીવાર મા કોણ કોણ છે ? નાનપણ મા ગંભીર બિમારી થઈ હતી ત્યારે ઈલાજ માટે 500 રુપીઆ પણ નહોતા ત્યારે તેમના માતા એ…

આપણે સૌ કોઈ જાણીએ છે કે, મેહુલ બોઘરા હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. મેહુલ બોઘરા એક વકીલ એ તો આપણે જાણી લીધું પરંતુ આખરે કઈ રીતે એક ગામડાનો છોકરો સુરતનો એડવોકેટ બન્યો અને જીવનમાં કેવા સંઘર્ષ કર્યા તેના વિશે આપણે જાણીશું. ખરેખર મેહુલ બોઘરા એ સામાન્ય વ્યક્તિ તરીકે જીવન જીવવાનું શરૂ કરેલ અને આજે તે ગુજરાત ભરમાં લોકપ્રિય બની ગયો અને રાજકીય પાર્ટી તરફથી તેને ઓફરો આવી રહી છે. ચાલો ત્યારે જાણીએ મેહુલ બોઘરાના જીવન વિષે.

adv mehul boghara

મેહુલ છેલ્લાં 2 વર્ષથી હપ્તાખોરી સામે લડી રહ્યા છે અને જ્યારથી તેમના પર હુમલો થયો ત્યારથી તેઓ ચર્ચામાં છે. મેહુલ બોઘરાનો જન્મ અમરેલીના જાફરાબાદ તાલુકાના પીછડી ગામમાં થયો હતો. સામાન્ય પરિવારમાંથી આવતાં મેહુલ બોઘરાના પરિવારમાં પત્ની ક્રિષ્નાબેન, પિતા મનસુખભાઈ, માતા શારદાબેન અને ભાઈ મનોજભાઈ છે. તેઓ સંયુક્ત પરિવાર સાથે સુરતના યોગીચોક વિસ્તારમાં રહે છે.

IMG 20240104 184123

તેમનો પરિવાર વર્ષ 2002ની ગામડેથી સુરત રહેવા આવ્યો હતો. તમને જાણીને આશ્ચય થશે કે, તેમના માતા પિતા ખેતમજૂરી કરીને ગુજરાન ચલાવતા હતા. મેહુલને. 2-3 વર્ષની ઉંમર હશે એ વખતે મને ન્યૂમોનિયા થયો હતો. એ ગંભીર બીમારી કહેવાતી હતી. ઈલાજ માટે 500 રૂપિયાની જરૂર હતી. ત્યારે એ સમયે તેમના પિતા પાસે એ પણ નહોતા. એમણે ગામમાં રખડીને 500 રૂપિયા એકઠાં કરીને મેહુલનો ઈલાજ કરાવ્યો હતો. બસ ત્યારથી મેહુલ પોતાના જીવનના સંઘર્ષ શીખ્યા.

IMG 20240104 184038

મેહુલ જ્યારે ચોથા ધોરણમાં હતો ત્યારે ગામમાં એક જજનું સ્વાગત કરવામાં આવ્યું હતું. એ જોઈને મેહુલને થયું કે આમાં તો બહુ મજા આવે. કંઈ સંઘર્ષ કરો કે કંઈક બનો તો કેવું સ્વાગત થાય છે. સમાજમાં સારો સંદેશો જાય છે. ત્યારથી નક્કી કર્યું હતું તે જજ બનશે. મેહુલ બોઘરાએ 1થી 4 ધોરણ ગામની સ્કૂલમાં પૂરું કર્યું હતું. ત્યારબાદ કોલેજ સુધીનો અભ્યાસ સુરતમાં પૂરો કર્યો હતો.

IMG 20240104 184049

વિધાતાએ કંઈક બીજું નક્કી કરેલું હતું અને મેહુલ વકીલ બનીને ફિલ્ડમાં આવ્યો ત્યારે મને ખબર પડી કે દેશના પ્રશ્નો બહુ બધા છે. બેઈમાનો બહુ છે,ભ્રષ્ટાચાર છે, સત્તાના દુરુપયોગ ઘણાં છે. આ તમામની સામે અવાજ ઉઠાવો હોય તો જજ બનીને તો હું આ દાયરામાં આવી જઈશ અને આ શક્ય નથી. તમામ બેઈમાન અને ભ્રષ્ટાચારીઓ સામે અવાજ ઉઠાવવો પડશે અને એ અવાજ રસ્તા પર આવીને ઉઠાવવો પડશે અને આ અવાજ કોર્ટ સુધી પહોંચાડવો પડશે. એટલે પછી નક્કી કર્યું કે હવે વકીલ જ રહેવું છે.

IMG 20240104 184100

હાલમાં મેહુલ સમાજસેવાની સાથે વકીલાત પણ કરે છે અને સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટમાં પણ કેસ ચાલે છે. મેઇન પ્રોસિડિંગ ક્રિમિનલ છે. એમાંથી જ મેહુલનું ઘરનું ગુજરાન ચાલે છે. મેહુલએ સમાજસેવામાં મેં મારા પોતાના ખીસ્સામાંથી રૂપિયા વાપર્યા હોય પણ આજ સુધી ફંડ-ફાળા ઉઘરાવ્યા નથી. આ સિવાય મોટાભાઇ ઓનલાઇન બિઝનેસ કરે છે અને પિતા જમીન મકાનમાં બ્રોકરેજનું કામ કરે છે.’ મેહુલ વકીલાત વર્ષ 2016 થી શરૂ કર્યું અને. સશિયલ મીડિયયા પર લાઇવ કરવાનું 2020થી શરૂ કર્યું છે. પહેલા તેમની લડાઈ લેખિતમાં હતી. જે હાલમાં ઘટના બની એ તેમના જીવનનો સૌથી ખરાબ સમય છે અને આ ઘટના બાદ આખા ગુજરાત 26માંથી એકપણ જિલ્લો બાકી નથી, જ્યાંથી સમર્થન નથી મળ્યું. વકીલો અને જાહેરજનતાએ સપોર્ટ આપ્યો છે, આ ઘટના બાદ મેહુલને

રાજકીય પાર્ટીની ઓફર આવી છે પણ એનાથી તેને કઈ ફરક નથી પડ્યો અને કારણ કે મેહુલનો અત્યારે કોઈ પોલિટિકલ વિચાર નથી. તે જનતા માટે અવાજ ઊઠવું છું, એ જનતા જ તેના રાજકારણનું ભવિષ્ય નક્કી કરશ પરંતુ હાલ કોઈ વિચાર નથી. મેહુલ બોઘરાનું એક જ વિઝન છે. આ દેશમાં જનતા જ્યારે કોઈપણ કામમાટે કોઈપણ સરકરી કચેરીમાં જાય, એનું કામ નીતિ નિયમ મુજબ યોગ્ય રીતે થવું જોઈએ.

દરેક જગ્યાએ જે ભ્રષ્ટાચારના સડા છે, એ નીકળી જવા જોઈએ. જે અધિકારીઓ પોલીસ સ્ટેશન કે સરકારી કચેરીઓમાં મનમાની ચલાવે છે. કાયદાથી ઉપર પોતાની જાતને સમજી બેઠા છે અને તાનાશાહી જેવુ વર્તન કરે છે. એમની તાનાશાહી બંધ થવી જોઈએ. મેહુલનું વિઝન એવું છે કે યુવાઓને જાગૃત કરું. કાયદા સમજાવું અને તેને અનુલક્ષીને તમામ ચાલે અને જે કાયદાનું ઉલ્લંઘન કરે છેઃ, એ તમામને બોધપાઠ આપીએ.’

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *