મુકેશ અંબાણી પહોંચ્યા ગણેશજીના ચરણે! પરિવાર સાથે પહોંચ્યા આ ખાસ મંદિરમાં કરી મુંબઈ ઇન્ડિયન્સની જીતની મનોકામનાઓ….જુઓ તસવીરો

આપણે સૌ કોઈ જાણીએ છીએ કે, અંબાણી પરિવાર હંમેશા લાઇમ લાઈટમાં રહે છે, હાલમાં જ અંબાણી પરિવાર સિદ્ધિ-વિનાયકના મંદિરે દર્શનાર્થે પહોંચ્યા.અંબાણી પરિવાર ખુબ જ આધ્યાત્મિક છે અને તેઓ ભગવાન પ્રત્યે ખુબ જ આસ્થા ધરાવે છે. કોઈપણ શુભ પ્રસંગમાં તેઓ સૌથી પહેલા ઈશ્વરને યાદ કરે છે, અને ત્યાર પછી જ તેઓ કાર્યની શરૂઆત કરે છે.

2 25 sixteen nine

ભારતમાં આઈ.પી.એલ શરૂ છે, ત્યારે અંબાણી પરિવારે તેમની ટીમ ‘મુંબઈ ઈન્ડિયન્સ’ની ચોથી ‘આઈપીએલ’ મેચ પહેલા ગણપતિ બાપ્પાના આશીર્વાદ લીધા હતા. તેની ટીમ ‘મુંબઈ ઈન્ડિયન્સ’ તેની આગામી મેચ ‘દિલ્હી કેપિટલ્સ’ સામે રમશે. સૌથી દુઃખદ વાત એ છે કે, હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીમાં ‘મુંબઈ ઈન્ડિયન્સ’ સતત ત્રણ મેચ હારી છે.

article 202449716253159131000

વિગતવાર માહિતી જાણીએ તો, મીડિયા દ્વારા પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર તા. 7 એપ્રિલ 2024ના રોજ, મુકેશ અંબાણીએ તેમના પુત્ર આકાશ અંબાણી અને પુત્રવધૂ શ્લોકા મહેતા સાથે સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાત લીધી હતી.સહ પરિવાર શ્રી ગણેશજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી, અને પોતાની ટિમની જીતની પ્રાર્થના કરી હતી.

1 74 300x169 1

હાલમાં જ થોડા દિવસ પહેલા જ સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી બાદ હાર્દિક પંડ્યાએ ગુજરાતના સોમનાથ મંદિરમાં ભગવાન શિવની પૂજા કરી અને રૂદ્રાભિષેક કર્યો. ઈન્ટરનેટ પર વાયરલ થયેલા એક વીડિયોમાં હાર્દિકને સફેદ કુર્તા પહેરેલા જોઈ શકાય છે. તેની કેપ્ટનશીપમાં ટીમની સતત હાર બાદ તેણે આગામી મેચ પહેલા શિવની પ્રાર્થના કરી.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *