અનંત અને રાધિકાની પ્રિ વેડિંગમાં રિહાનાથી લઈને અરજીત સિંહને મળી હતી આટલા કરોડ રૂપિયાની ફી, જાણો કોને કેટલી ફી વસૂલી….

અંબાણી પરિવારે જામનગર ખાતે અનંત અને રાધિકાની પ્રિ વેડિંગ સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે, આ પ્રિ વેડિંગ સેલિબ્રેશનમાં રૂ 1000 કરોડોનો ખર્ચ થયો હતો. ચાલો અમે આપને જણાવીએ કે, પ્રિ વેડિંગ સેલિબ્રેશનમાં પર્ફોમન્સ કરનાર સિંગરોને કેટલી ફી ચૂકવવામાં આવી હતી. આ તમામ સિંગરોની ફી જાણીને તમારા હોશ ઉડી જશે, કારણ કે આ તમામ કલાકારોએ એટલી તગડી ફી વસુલ કરી છે, આટલી ફીમાં તો કોઈ વ્યક્તિ પોતાનું આખું જીવન પસાર કરી લે.

Screenshot 2024 04 29 11 19 02 04 680d03679600f7af0b4c700c6b270fe7 149x300 1

પ્રિ વેડિંગ સેલિબ્રેશનમાં લોકપ્રિય બાર્બાડિયન ગાયિકા રીહાન્નાને બોલવવામાં આવી હતી. જેથી એક કાર્યક્રમ માટે તેણે 74 કરોડ રૂપિયાની ફી લીધી હોવાનું કહેવાય છે. બૉલીવુડના લોકપ્રિય સિંગર અરજીતસિંઘ ખાનગી ઈવેન્ટ્સમાં લાઈવ પરફોર્મન્સ માટે 5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. સેનેગાલીઝ-અમેરિકન ગાયક એકોન શાહરૂખ ખાન અને કરીના કપૂર ખાન અભિનીત તેના પેપી ટ્રેક ‘છમ્મક ચલો’થી લોકપ્રિયતામાં વધારો થયો હતો.

Screenshot 2024 04 29 11 16 39 64 680d03679600f7af0b4c700c6b270fe7 235x300 1

 

ડાન્સ નંબરની તાજી ધૂન હજી પણ લાખો લોકો દ્વારા પસંદ કરવામાં આવી છે અને ગાયક તેને અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ પાર્ટી માટે સાંજના ચાર્ટબસ્ટર્સની સૂચિમાં ઉમેરવાનું ભૂલ્યો નથી. ‘સેલિબ્રિટી ટેલેન્ટ નેટ’ના અહેવાલ મુજબ, એકોને તેના પરફોર્મન્સ માટે લગભગ 2-4 કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા.

Screenshot 2024 04 29 11 17 52 77 680d03679600f7af0b4c700c6b270fe7

 

બૉલીવુડના ફેમસ સીંગર પ્રીતમને અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગમાં તેના અભિનયથી બધાને મંત્રમુગ્ધ કરવા આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેના માટે તેને 40-50 લાખ રૂપિયા મળ્યા હતા તેમજ બૉલીવુડના ઉદિત નારાયણનો અવાજ હિન્દી સિનેમાના 90ના દાયકાની સુવર્ણ યાદ અપાવે છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ નાઈટ માટે, ઉદિતે ફરી એકવાર કેટલાક જાદુઈ પ્રદર્શનથી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા. આ પ્રાઈવેટ ઈવેન્ટ માટે તેને 22-30 લાખ રૂપિયા મળ્યા હોવાના અહેવાલ છે.

Screenshot 2024 04 29 11 17 30 39 680d03679600f7af0b4c700c6b270fe7 270x300 1

 

બી પ્રાક આ સમયના સંગીત સેન્સેશન છે,અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ માટે પસંદ કરાયેલા આમંત્રિત કલાકારોમાંના એક પણ હતા. મેગા-સ્કેલ ઈવેન્ટ્સ માટેની તેમની ફી લગભગ 10-15 લાખ રૂપિયા હતી અને લકી અલી એક કલાકાર છે જેનો ભાવપૂર્ણ અવાજ દરેકને સારી જૂની યાદોમાં લઈ જાય છે.અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ પાર્ટીમાં તેના પરફોર્મન્સ માટે 10 લાખ રૂપિયાની ફી વસૂલ કરી હતી.

Screenshot 2024 04 29 11 18 44 02 680d03679600f7af0b4c700c6b270fe7 300x281 1

 

બૉલીવુડની મ્યુઝિક ક્વીન શ્રેયા ઘોષાલને કોઈ પરિચયની જરૂર નથી.અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગમાં શ્રેયાએ અરિજિત સિંહ સાથે એવી જબરદસ્ત જુગલબંધી કરી કે બધા દંગ રહી ગયા. આ માટે તેણે 25 લાખ રૂપિયાની ફી લીધી હોવાનું કહેવાય છે તેમજ દિલજીત દોસાંઝ હાલમાં મ્યુઝિકનો ઉભરતો સુપરસ્ટાર છે, અહેવાલ મુજબ તેણે આ માટે 4 કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *