હે ભગવાન!! લગનને ફક્ત બે માસની વાર હતી ત્યાં જ પાટીદાર યુવક-યુવતીનું થયું દુઃખદ નિધન…… ૐ શાંતિ

હાલમાં જ એક દુઃખદ ઘટના બની છે, જેના કારણે પાટીદાર સમાજમાં ભારે શોકની લાગણી છવાઈ ગઈ છે. ખરેખર ઘટના દરેક લોકો માટે ચેતવણી સમાન છે. દિવ્યભાસ્કરના અહેવાલ અનુસાર જાણવા મળ્યું છે કે દ્વારકા હાઈવે પર ધુમ્મસના કારણે કાર પુલ નીચેથી નીચે ખાબકતા મોત યુવક યુવતીનું દુઃખદ નિધન થયું છે. સૌથી દુઃખદ વાત એ છે કે આ બને યુગલની સગાઇ થઇ ગઇ હતી અને બે મહિના બાદ જ બન્નેના લગન હતા માર્ગ અકસ્માતમાં દુઃખદ નિધન થતાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

આ ઘટના અંગે વિગતવાર માહિતી જાણીએ તો આ દુર્ઘટના લીંબડી પાસે બની હતી. આ દુર્ઘટનામાં છાયાબેન ગજેરા તથા હર્ષ સોજીત્રાનું દુઃખદ નિધન થયું તેમજ હેવન વસોયા અને અન્ય એક મહિલાને ગંભીર ઈજા થઈ હોવાથી તેમને તાત્કાલિક હોસ્પટલમાં દાખલ કરેલ. એક પ્રસંગમાંથી પરત આવીને તેઓ દ્વારકા દર્શનાર્થે જઈ રહ્યા હતા પરંતુ આકસ્મિક અકસ્માત થતાં બન્ને યુગલે જીવ ગુમાવ્યો.

આ દુઃખદ ઘટનાના પગલે પરિવારમાં ભારે શોક નો માહોલ છવાઇ ગયો છે, જે ઘરોમાં લગ્નના ગીતો ગુંજવા ન હતા એ જ ઘરમાં મોતના મરશિયા ગુંજી રહ્યા છે. આ ઘટના એકી સાથે બે જીવન ભોગ લીધા છે, સૌથી ખાસ વાત એ છે કે આ ઘટના પરથી દરેક વ્યક્તિ એ ધ્યાન રાખવું જોઈએ કે ધુમ્મસ ભર્યા વાતાવરણમાં હમેશાં સાવેચતી પૂર્વક જ વાહન ચલાવવું જોઈએ કારણ કે આવા વાતાવરણમાં માર્ગ અકસ્માત થવાના બનાવ વધુ બને છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *