રાજભા ગઢવીએ ગીરના નેસની 19 દીકરીઓના ભવ્ય લગ્ન કરાવ્યા, કરિયાવર સહિત દિકરીઓને આપી દૂઝણી ગાય….જુઓ લગ્નની ખાસ તસવીરો…

ગીરના નેસથી લઈને ગુજરાતના લોકપ્રિય સાહિત્યકારના પદ સુધી પહોંચવા માટે રાજભા ગઢવીએ પોતાના જીવનમાં ઘણા-ઉતાર ચઢાવ જોયા હશે છતાં પણ તેમણે પોતાના જીવનમાં સફળતા શિખર પોતાની આવડત થકી પ્રાપ્ત કરેલું. રાજભા ગઢવી આજે લોકપ્રિય લોકસાહિત્યકાર તરીકે નામના ધરાવે છે છતાં પણ તેમના જીવનમાં સાદગી અને ગીર તેમજ નેસ પ્રત્યેનો પ્રેમ જીવંત છે. હાલમાં જ રાજભા ગઢવી દ્વારા ચારણ સમાજની દીકરીના સમૂહ લગ્નનું ખુબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, આ સમૂહ લગ્નમાં 19 દીકરીઓના લગ્ન કરાવવામાં આવ્યા હતા તેમજ તમામ દીકરીઓને કન્યાદાન સહીત એક એવી વસ્તુ ભેટ આપવામાં આવી હતી કે જેની ચર્ચાઓ ચારો તરફ થઇ રહી છે.

Screenshot 2024 03 11 13 41 36 29 a23b203fd3aafc6dcb84e438dda678b6

રાજભા ગઢવી તેમજ સમાજના આગેવાનો દ્વારા ભવ્ય સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, આ શુભ પ્રસંગે તમામ દીકરીઓને દૂઝણી ગીર ગાય દાનમાં આપવામાં આવી હતી. ખરેખર પહેલીવાર એવા સમૂહ લગ્ન આયોજિત થયા કે જેમાં દીકરીઓને ગાયુંના દાન આપવામાં આવ્યા. રાજભા ગઢવીનું કહેવું હતું કે, જ્યારે દીકરીની વિદાય થતી હોય ત્યારે તે ગાયને બાથ ભરીને રડે છે, કારણ કે દીકરી પરિવારના દરેક સભ્યોથી વિછુટી પડે છે પરંતુ દીકરીને ગાય કરીયાવરમાં આપવાથી દીકરીને એમ થાય કે તેના પરિવારનું કોઈ તેની સાથે છે અને સાસરા વારાને પણ હરખ થાય.

Screenshot 2024 03 11 13 41 53 99 a23b203fd3aafc6dcb84e438dda678b6

આ ભવ્ય સમૂહ લગ્નનું ખુબ જ સરસ આયોજન કરવામાં આવ્યું હતું, જેથી આ સમૂહ લગ્ન પ્રસંગે રાજભા ગઢવી આ પ્રસંગે લગ્નમાં હાજર સૌ આઈમાં અને સાધુ-સંતોનું સ્વાગત કરેલ અને તેમના આશીર્વાદ થકી જ આ શક્ય બન્યું તેવું સંબોધન આપ્યું હતું રાજભા ગઢવી એક દુહો બોલવા માંગતા હતા અને તે દુહો લલકારતા પહેલા વાત કરે છે કે, એક બાઈ હેલ લઈને દરિયા કાંઠે જતી હતી..

Screenshot 2024 03 11 13 42 37 00 a23b203fd3aafc6dcb84e438dda678b6

” આટલું બોલતાની સાથે જ રાજભા ગઢવીની આંખોમાંથી ગદગદ આસુંઑ વહેવા લાગ્યા હતા. પહેલીવાર રાજભા ગઢવી સ્ટેજ પર આ રીતે રડવા લાગ્યા, રડવા પાછળનું કારણ પણ ખૂબ જ સરસ હતું જે લોકોને પણ પ્રેરણા આપે છે કે રાજભા ગઢવીએ જે કામ કર્યું તે ખૂબ જ વખાણવા લાયક છે. આ વાયરલ વિડીયોમાં તમે જોઈ શકશો કે, રાજભા ગઢવીએ પોતાની જ્ઞાનગંગાને એક સાથે જોઈને તેઓ કઇપણ બોલી શકયા નહીં.

Screenshot 2024 03 11 13 42 52 35 a23b203fd3aafc6dcb84e438dda678b6

રાજભા ગઢવી એટલા માટે રડી પડ્યા હતા કે જે કાર્ય માટે તેમને દોડા – દોડ કરી, આ કાર્યક્રમને ઓપ આપવા માટે સૌ જુવાનીયાઓ ખૂબ જ કામ કરવા માટે દોડા દોડ કરેલી અને આ કાર્યને સફળ બનાવ્યું, જેથી આ હરખ જોઈને રાજભા ગઢવી ભાંગી પડ્યા હતા અને કારણ કે જ્ઞાતનો સંપ અને તેમનું કાર્ય સફળ નિવડ્યું. રાજભા ગઢવીનો આ વિડીયો સોશિયલ મીડીયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. લોકો રાજભા ગઢવીના વખાણ પણ કરી રહ્યા છે. આ વિડીયો જોઈને એ ખરા અર્થે સાબિત થાય કે વાત જ્યારે સમાજની એકતાની અને સત્કાર્યની હોય અને નિધારીત કાર્ય સફળ થાય ત્યારે હરખના આસું તો પત્થર જેવા વ્યક્તિની આંખમાંથી સરી પડે છે.

Screenshot 2024 03 11 13 42 13 77 a23b203fd3aafc6dcb84e438dda678b6

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *