અયોધ્યા રામ મંદિર ભક્તો માટે ખુલ્લું મુકાતા ફક્ત 11 દિવસની અંદર જ કરોડોંનું દાન એકઠું થયું !! 14 લોકો ગણતરી કરવા માટે રાખવા પડ્યા..જાણો કેટલું દાન આવ્યું

અયોધ્યા રામ મંદિર હાલ ફક્ત આપણા દેશમાં જ નહીં પરંતુ વિદેશની અંદર પણ નામ ગુંજી રહ્યું છે, આ મંદિરની ખુબ જ ભવ્ય રીતે વડાપ્રધાન શ્રી નરેન્દભાઈ મોદીના હસ્તેથી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, આ મંદિરને બનાવામાં અનેક મોટા મોટા દાનવીરોનો મોટો હાથ છે જેમાં આપણા ગુજરાત રાજ્યના કથાકાર મોરારીબાપુ, સુરતના ડાયમંડ કિંગ ગોવિંદભાઇ ધોળકિયા મોખરે રહયા હતા.

એવામાં હાલના સમયમાં હવે રામ મંદિર જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવતા રોજના રામ મંદિરમાં હજારોની સંખ્યામાં ભક્તો દર્શને આવે છે અને રામલલ્લાના દર્શન પ્રાપ્ત કરે છે, તમને ખબર જ હશે કે 22 જાન્યુઆરીના રોજ પ્રભુ શ્રી રામનું પ્રાણ પ્રતિષ્ઠાએ મહોત્સવને ખુબ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો જેની ગુંજ આખા ભારત દેશના ખૂણે ખૂણે થઇ હતી તો લોકોએ આ મહોત્સવને એક મોટા તહેવાર તરીકે જ તેની ઉજવણી કરી હતી.

ત્યાં હાલ રામ મંદિરના 1 તારીખ સુધીના દાનના આંકડા સામે આવ્યા છે જેના વિશે જાણશો તો તમારું પણ મોઢું જ ફાટી જાશે કારણ કે મિત્રો ફક્ત 11 દિવસોની અંદર જ 25 લાખ ભક્તો ભગવાન શ્રી રામના દર્શને આવ્યા હતા જેમણે દિલ ખોલીને દાન કર્યું હતું, આથી આ દાનનો આંકડો 11 કરોડ રૂપિયાનો થઇ ચુક્યો છે. રામ જન્મભૂમિ તીર્થ શેત્ર અનુસાર ફક્ત 10 દિવસમાં જ 8 કરોડ રૂપિયાનું દાન આવી ગયું હતું જયારે 3.50 કરોડ રૂપિયાનું દાન ઓનલાઇન રીતે પ્રાપ્ત થયું હતું.

આ ટ્રસ્ટના કાર્યાલયના પ્રભારી પ્રકાશ ગુપ્તાએ જણાવ્યું હતું કે ભગવાન રામલલ્લા જ્યા બિરાજમાન છે ત્યાં જ ચાર મોટી દાન પેટી રાખી દેવામા આવી છે, જયારે આની સિવાય લોકો બીજી રીતે પણ રામ મંદિર માટે દાન કરી રહ્યા છે, કોઈક ઓનલાઇન તો કોઈક કંપ્યુટરીકૃત કાઉન્ટરો પર જઈને દાન કરી રહ્યા છે.દાનની રકમ ગણવા માટે કુલ 14 કર્મચારીઓ જોડાયેલા છે જેમાં 11 બેન્ક કર્મચારીઓ છે તો 3 મંદિર ટ્રસ્ટના કર્મચારીઓ છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *