પટેલ સમાજ માટે દુઃખદ સમાચાર! અમેરિકામાં એકી સાથે ત્રણ પટેલ પરિવારની મહિલાનું મોત થયું, જાણો વિગતે

હાલમાં અનેક ગુજરાતીઓ વિદેશમાં વસી રહ્યા છે, પરંતુ અવાર નવાર વિદેશમાં ગુજરાતીઓના મોતના બનાવ સામે આવે છે. હાલમાં જ ફરી એકવાર એક ઘટના અમેરિકામાં બની છે. આ ઘટના ખુબ જ દુઃખ છે. ગુજરાત પોસ્ટ ઈનના અહેવાલ અનુસાર જાણવા મળ્યું છે કે, અમેરિકાના સાઉથ કેરોલીનમાં એકી સાથે ત્રણ ગુજરાતી બહેનોનું નિધન થયું છે.

આ દુઃખદ ઘટના અંગે જાણવા મળ્યું છે કે, એક એસયુવી કાર તેના રસ્તા પરથી ભટકી ગઇ હતી અને તે ચાર લેન પાર કરીને હવામાં 20 ફૂટ ફંગોળાઇ હતી અને બ્રિજની સામેની દિશામાં એક ઝાડ સાથે અથડાઇ હતી. આ કારમાં ત્રણ ગુજરાતી મહિલાઑ સવાર હતી. પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર આ દૂ:ખદ બનાવમાં રેખાબેન પટેલ, સંગીતાબેન પટેલ, મનિષાબેન પટેલનું નિધન થયું છે.

આ બનાવમાં ચોંકાવનારી વાત એ સામે આવી છે કે, કાર ઓવર સ્પીડમાં ચાલી રહી હતી અને આ જ કારણે આ ભયંકર અકસ્માત સજાર્યો. આ દુઃખદ બનાવમાં .બે મહિલાઓ આણંદના વાસણા અને એક મહિલા કાવિઠા ગામની રહેવાસી હતા. આ દુઃખદ બનાવના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે તેમજ તેમના વતનમાં દુઃખનો માહોલ જોવા મળ્યો. ઈશ્વરને પ્રાર્થના કરીએ કે મૃતકોની આત્માને શાંતિ મળે અને પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિઆપે .

 

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *