સાવલીયા પરીવારની લગ્ન કંકોત્રી જોઈ વખાણ કરતા થાકી જશો ! જુઓ 27 પાનાની લગ્ન કંકોત્રી મા એવુ ઉપયોગી લખાણ કે જે જોઈ તમે પણ..

હાલ ગુજરાત ભર મા લગ્ન ની સીઝન ચાલી રહી છે ત્યારે હાલના સયમ મા અનેક અવનવી કંકોત્રી અને પ્રી વેડીંગ ફોટોશુટ નો ટ્રેન્ડ ચાલી રહ્યો છે જેમા ખાસ કરીને કંકોત્રી મા વિવિધતા જોવા મળી રહી છે ત્યારે હાલ સુરતના રાદડીયા પરીવારની કંકોત્રી સોસીયલ મીડીઆ પર વાયરલ થઈ હતી જેમા વિવિધ યોજના ની વિગતો હતી જ્યારે ફરી એક ખુબ જ ખાસ કંકોત્રી સોસીયલ મીડીઆ પર વાયરલ થઈ છે જે સાવલીયા પરિવારની છે. તો ચાલો જાણીએ એવુ શુ ખાસ છે કંકોત્રી મા કે લોકો ખુબ વખાણ કરી રહ્યા છે.

Screenshot 20230123 144942 OneDrive

આપણે જે કંકોત્રીની વાત કરવા જઈ રહ્યા છીએ એ કંકોત્રી અમરેલીના સાઈબર ક્રાઇમમાં સેવા આપતા પોલીસ કર્મચારી નયનભાઈ સાવલીયાની છે. પોતાના લગ્ન ને ખાસ બનાવવા પોતે નિભાવતા ફરજને સાથે રાખી લોકો મા જાગૃતિ આવે તે માટે તેવો એ પોતાના લગ્ન ની ખાસ ડીજીટલ કંકોત્રી બનાવડાવી છે જે કુલ 27 પેજની છે. કંકોત્રી ના દરેક પેજ પર ખાસ બાબતોનુ લખાણ લખાવવા મા આવ્યુ છે જે લોકો ને ઉપયોગી થશે.

Screenshot 20230123 145023 OneDrive

હાલના સમય મા આપણે જોઈએ છીએ કે સાયબર ક્રાઈમ નો શિકાર લોકો ખુબ બની રહ્યા છે. ઓનલાઈન લોકો સાથે ઘણા ફ્રોડ થવાની ઘટના સામે આવી રહી છે ત્યારે નયનભાઈ સાવલીયાની લગ્ન કંકોત્રી મા સાયબર ક્રાઇમ એટલે શું તેમજ સાયબર ક્રાઇમ થવા પાછળના કારણો, સાયબર ક્રાઈમના પ્રકારો વિશે લોકોને માહિતી આપી છે. ત્યારબાદ જ્યાં આજકાલ સોશિયલ મીડિયાનો ઉપયોગ મનોરંજન માટે, નવા મિત્રો બનાવવા માટે થઈ રહ્યો છે. તેની સાથે લોકો કઈ રીતે સોશિયલ મીડિયાનો ઉપયોગ ઠગાઈ કરી રહ્યાં છે. તેના વિશે પણ લોકોને જાગૃત કર્યાં છે.

Screenshot 20230123 145007 OneDrive

આ ઉપરાંત કંકોત્રીમાં સાઇબર ક્રાઇમ થી બચવા માટે નાગરિકોએ કઈ બાબતોનું ધ્યાન રાખવું તે પણ દર્શાવવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા સિક્યુરિટી, ચાઈલ્ડ ફોટોગ્રાફી, મોબાઈલ સિક્યુરિટી વગેરેને લઈને લોકોએ કઈ પ્રકારની બાબતોનું ધ્યાન રાખવું તે પણ કંકોત્રીમાં દર્શાવવામાં આવ્યું છે.

Screenshot 20230123 145059 OneDrive

અન્ય પેજ મા સાયબર ફ્રોડ નો શિકાર બન્યા છો તો સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર ફરિયાદ નોંધાવી શકો છો. જો તમે નાણાકીય ફ્રોડ નો ભોગ બન્યા છો તો પણ આ નંબર પર ફરિયાદ નોંધાવી શકો છો ગુજરાત સાયબર ક્રાઇમ સેલ તુરંત જ કાર્યવાહી કરે છે અને તમારા નાણા તમને પરત મળી શકે છે. સાયબર ક્રાઈમ સંબંધિત ફરિયાદ માટે ઓનલાઈન એપ www. Cybercrime.gov.in પર કરી શકો છો. તેવી ઉપયોગી માહીતી આપી છે.

Screenshot 20230123 145106 OneDrive

આ ઉપરાંત આ કંકોત્રી મા સાયબર ફ્રોડ અંગે વિગતવાર માહીતી આપવામા આવી છે. આપને જણાવી દઈએ કે નયનભાઈ સાવલિયા સાઇબર ક્રાઇમમાં ફરજ બજાવે છે તેવો ના લગ્ન સાતમી ફેબ્રુઆરીના રોજ અમરેલી હેડ કોટર માં ફરજ બજાવતા ધારા સાથે થશે. નયન બાવચંદભાઈ સાવલિયા સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામના રેહવાસી છે. તેમના પત્ની ધારા ધારી વિસ્તારમાં આવેલા દલખાણીયા ગામના રેહવાસી છે.

Screenshot 20230123 145039 OneDrive

કંકોત્રી સિવાય પ્રી વેડીંગ ફોટોશુટ ની જો વાત કરવા મા આવે તો પશ્ચિમી સંસ્કૃતિ ને બદલે આપણી પરંપરાગત સંસ્કૃતી ને ધ્યાન મા રાખી ખાસ દેશી સ્ટાઈલ મા ફોટોશુટ કરાવ્યુ હતુ. જેની તસવીરો આપ જોઈ શકો છો.

Screenshot 20230123 145111 OneDrive

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *