ગુજરાતના કેપ્ટ્ન શુભમન ગીલે ભોયાણી જૈન મંદિરમાં કરી ભગવાનની પૂજા!! જુઓ તેમની આ ખાસ તસવીરો…

યુવાનોના સૌથી લોકપ્રિય ક્રિકેટર અને ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભનમ ગીલ ગુજરાતના ભોયણી જૈન તીર્થના દર્શનાર્થે પધારેલ. હાલમાં આ ખાસ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. ખરેખર શુભનમ ગિલનું વ્યક્તિત્વ ખૂબ જ નિખાલસ છે. આ ખાસ તસવીરોમાં જોઈ શકશો કે શુભનમ ગિલ એ ધોતી ચાદર પહેર્યા છે, જે જૈન ધર્મમાં પૂજન અર્ચન કરતી વખતે પહેરવામાં આવે છે. શુભનમે પણ આ પહેરવેશ પહેરીને એ સાબિત કર્યું છે કે, તે પોતાના ભગવાન પ્રત્યે કેટલી આસ્થા ધરાવે છે.

Screenshot 2024 05 13 13 43 42 10 1c337646f29875672b5a61192b9010f9

ચાલો અમે આપને જણાવીએ કે, શુભનમ ગિલ જે જૈન તીર્થ ની મુલાકાત લીધી તે ક્યાં આવેલું છે અને તેનું મહત્વ શું છે? ભોયણી જૈન તીર્થના ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં કડી નજીક આવેલ એક જૈન તીર્થ છે, જે દેત્રોજ તાલુકાના ભોયણી ગામ ખાતે આવેલ છે.

Screenshot 2024 05 13 13 57 41 09 1c337646f29875672b5a61192b9010f9

આ જૈન તીર્થ પૂર્વે “પદ્માવતી નગર” તરીકે જાણીતું હતું. સદીઓ પૂર્વે આ સ્થળે કેટલાંક જૈન મંદિરો બન્યા હતાં, એવું અહીં કરવામાં આવેલ ખોદકામ દરમ્યાન મળી આવેલી ખંડીત પ્રતિમાઓ પરથી જાણી શકાય છે. વિક્રમ સંવત ૧૯૩૦ના સમયમાં અહીં કેવળ પટેલના ખેતરમાં કુવો ખોદવાનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન ૪.૫ ફુટ જેટલું ખોદકામ કરતાંં તેમાંથી ૧૦૪ સે.મી. ઊંચી પદ્માસનસ્થ અને શ્વેતવર્ણી શ્રી મલ્લીનાથ પ્રભુની મૂર્તિ મળી આવી હતી.

Screenshot 2024 05 13 13 57 32 41 1c337646f29875672b5a61192b9010f9

અહીં એક જિનાલયનું નિર્માણ કરી વિક્રમ સંવંત ૧૯૪૩માં મહા સુદ દસમને દિવસે શ્રી મલ્લીનાથ પ્રભુની સ્થાપના કરવામાં આવી હતી. આ મંદિર વિશાળ છે અને તેને ત્રણ શિખરો છે. મંદિરની ભીંતો પર કોતરણી જોવા મળે છે. આ દિવ્ય સ્થાનની મુલાકાત લઈને શુભનમ ગિલે પોતાની ટીમ માટે પૂજા અર્ચના કરેલી.

Screenshot 2024 05 13 14 00 23 99 680d03679600f7af0b4c700c6b270fe7

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે.ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *