નાના એવા ગામ ની ગરીબ ઘર ની દીકરી બની પોલીસ ઓફિસર ! પોલીસ બનવા એવી મુશ્કેલીઓ નો સામનો કર્યો છે જાણી ને..

દરેક વ્યક્તિ ઈચ્છે તો પોતાના સપનાઓ ખુલ્લી આંખે પણ સાકાર કરી શકે છે. આજે અમે આપને એક એવી યુવતી વિશે વાત કરીશું જેને પોતાનું સપનું સાકાર કરી બતાવ્યું છે. ખરેખર આજે આ દીકરી સૌ કોઈ લોકો માટે પ્રેરણાદાયી બની છે. બહેન પોલીસ ઓફિસર બનતા જ બંનેભાઈઓએ ખભે બેસાડીને પોતાની બહેનને આખા ગામના ફેરવી. આમ પણ કહેવાય છે ને કે, ભાઈને પોતાની બહેન અતિપ્રિય હોય છે અને બહેન જો જીવન આટલી મોટી સિદ્ધિ પ્રાપ્ત કરે તો એનો હરખ તો ક્યાંથી સમાઈ!

IMG 20221130 WA0021

આ સફળતાની કહાની છે, ગરીબ પરિવારમાં જન્મેલ હેમલતાની અને દરેક દીકિરીઓની જે પોતાના સપનાઓ પુરા કરવા માટે સંઘર્ષ કરી રહી છે. આ પ્રેરણાદાયી કહાની વિશે અમે આપને વધુ વિગત વાર જણાવીએ. પાકિસ્તાનની સીમા પર આવેલા નબાડમેરના ગામ સરણુની હેમલતા જાખડે એ તેમના પિતાનું અને કુળનું ગૌરવ વધાર્યું છે.

IMG 20221130 WA0019

પોતાના સપના સાકાર કરવા માટે આંગણવાડીમાં નોકરી કરીને અભ્યાસ કર્યો અને આખરે અથાગ મહેનતથી તે રાજસ્થાન પોલીસમાં સબ ઈન્સપેક્ટર તરીકે પસંદ થઈ છે. હેમલતાએ પોતાનું આઠમા સુધીનો અભ્યાસ રાજકીય ઉચ્ચ પ્રાથમિક શાળા સરનુ ચિમનજીમાંથી કર્યો છે. 9 થી 12 સુધી ભણવા માટે સરનુમાં આવેલી ઉચ્ચ માધ્યમિક શાળામાં રોજ 14 કિમી ચાલીને જતી હતી.

IMG 20221130 WA0022

હેમલતાના પિતા એક ખેડૂત છે. તે એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવે છે. સરનુ અને સરણુ ચિમનજીથી હજુ સુધી કોઈ પુરુષ અથવા મહિલા સબ ઈન્સપેક્ટર બન્યું નથી. હેમલતા પોતાના ગામની પહેલી સબ ઈન્સપેક્ટર છે. આ સફળતા પાછળ અનેક ખરાબ દિવસો જોયા તેના માતાપિતાએ લોકોના કડવા બોલ સાંભળવા પડ્યા છે. હેમલતા કબડ્ડીમાં પણ રાજ્ય લેવલની ખેલાડી રહી ચૂકી છે. હેમલતા પોતાની સફળતાનો શ્રેય તેના માતાપિતા, દાદી, ભાઈ-બહેન અને આખા પરિવારને આપે છે. તેના પિતાને વિશ્વાસ હતો કે હેમલતા જરૂર સફળ થશે.

IMG 20221130 WA0020

હેમલતાની કહાની પરથી દરેક યુવતી અને યુવાનોએ શીખવું જોઈએ કે, જીવનમાં તમે સફળતા મેળવી શકો છો અને તમે ગરીબ છો, તો તેનો મતલબ એવો નથી કે સપનાઓ સાકાર નથી કરી શકવાના. વ્યક્તિ ઈચ્છે તો અથાગ પરિશ્રમ અને દ્રઢમનોબળ સાથે કંઈ પણ હાંસિલ કરી શકે છે. ખરેખર હેમલતા દરેક યુવતીઓ માટે પ્રેરણાદાયી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *