સુરતના હીરા વેપારીએ રામ મંદિરને ભેટ આપવા માટે બનાવ્યું આ ખાસ નેકલેસ ! 40 કારીગરોએ 35 દિવસમાં તૈયાર કર્યો આ નેકલેસ..કિંમત જાણી હોશ ઉડી જશે

મિત્રો તમને ખબર જ હશે કે હાલના સમયમાં આખા ભારત દેશમાં હરખનો માહોલ છે કારણ કે વર્ષોની મેહનત બાદ હવે રામ મંદિર તૈયાર થવા જઈ રહ્યું છે જે દરેક ભારતીય માટે ખુબ ગર્વની ક્ષણો પણ ગણી શકાય, એવામાં ભારતમાં વસતા દરેક લોકો આ ગૌરવની ક્ષણોને અલગ અલગ રીતે ખાસ બનાવના પ્રયત્નો કરી રહ્યા છે, આવનારી 22 જાન્યુઆરી 2024 ના રોજ અયોધ્યામાં રામ મંદિરનું અનાવરણ કરવામાં આવશે, એવામાં દરેક લોકો મંદિરના ભવ્ય ઉદ્ઘાટનની રાહે બેઠા છે.

article 20231235217523264352000

હાલ આ ઉદ્ઘાટનને લઈને લોકો માં તો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે સાથો સાથ આ મહોત્સવની તૈયારીમાં પણ હજારો હાથ જોડાયા છે, આજના આ લેખના માધ્યમથી અમે એક એવી વાત વિશે જણાવાના છીએ જેના વિશે જાણીને તમારા પણ હોશ જ ઉડી જશે, તમને જણાવી દઈએ કે સુરત શહેરના એક વેપારીએ રામ મંદિરને ભેટ આપવા માટે એક ખાસ નેકલેસ તૈયાર કર્યો છે જેને એટલી સરસ રીતે બનવામાં આવ્યો છે કે તે જોઈ તમારું પણ મન જ મોહાય જશે.

article l 20231235218134465624000

તમને જણાવી દઈએ કે આ નેકલેસને 5000 અમેરિકન ડાયમંડથી તૈયાર કરવામાં આવ્યો છે જે રામ મંદિરના થીમ પર આધારિત છે તેમ જ તેને રામ મંદિરના ટ્રસ્ટને ભેટ તરીકે આપવામાં આવશે,ડાયમંડનું આ એક ખાસ કલાની મદદથી તૈયાર કરવામાં આવ્યું હતું, આ હીરા વેપારીનું નામ કૌશિક કાકડિયા છે જેને રામ મંદિરના ડિઝાઇન વાળું આ નેકલેસ ભેટ આપવા માટે તૈયાર કરાવડાવામાં આવ્યું હતું, આ નેકલેસને બનવામાં ડિટેલિંગ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે.

article 20231235217530764387000

કુલ 40 જેટલા કારીગરોએ મળીને કુલ 35 દિવસોની અંદર આ સુંદર રામ મંદિરની થીપ પર નેકલેસ તૈયાર કર્યો હતો, વાયરલ ભાયાણી પેજ અંદાજિત આ નેકલેસની કિંમત 50 લાખ રૂપિયા જેટલી આંકવામાં આવી રહી છે, આ હીરા વ્યાપારીએ પણ પોતે જણાવી દીધું હતું કે તેઓ આ નૅકલેસને રામ મંદિરને ઉપહાર તરીકે આપવા માંગે છે

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *