રાજકોટમાં ધોળે દિવસે વેપારીની કરપીણ હત્યા ! સાવ એવી વાતને લઈને લઈને ખૂની ખેલ ખેલાયો કે જાણી તમારા હોશ ઉડી જશે…

ગુજરાત રાજ્યમાં જો વાત કરવામાં આવે તો વર્તમાન સમયમાં અનેક એવા હત્યા તથા આત્મહત્યાના બનાવો સામે આવી રહ્યા છે જેના વિશે જાણીને આપણને પણ આંચકો જ લાગી જતો હોય છે હજુ કાલે જ અમે એક હત્યાની ઘટના પર લેખ લખ્યો હતો જેમાં મિત્રએ મિત્રને છરીના ઘા ઝીકી દીધા હતા એવામાં હાલ હત્યાનો એક ખુબ જ ધ્રુજાવી દેતો બનાવ રાજકોટ શહેરમાંથી સામે આવ્યો છે જેમા 3-4 શખ્સોએ સાથે મળીને વેપારીને છરીના ઘા ઝીકી ઢીમ ઢાળી દીધું હતું.

ત્રણ દિવસની અંદરો અંદર જ હત્યાનો આ ત્રીજો બનાવ રાજકોટ શહેરમાંથી સામે આવતા શહેરમાં પણ લોકોમાં ડરનો માહોલ છે,એવામાં આ ઘટના અંગેની માહિતી પોલીસને થતા પોલીસ કાફલો તરત જ ઘટના સ્થળે દોડી ગયો હતો અને પુરી ઘટના અંગેની તપાસ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હતી. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારોમાં પણ લોકો પણ હચમચી ગયા હતા.

અમુક એહવાલો દ્વારા જાણવા મળ્યું છે કે રાજકોટ શહેરના દૂધસાગર રોડ પર આવેલ પાનની દુકાન નજીક જ શખ્સો ગાંજો પિતા આ દુકાનદાર વેપારીએ તેઓને અટકાવ્યા હતા જે બાદ આ વાતથી ગુસ્સે થયેલ શખ્સોએ બીજા દિવસે આવીને વેપારી સાથે ઝપાઝપી કરી હતી અને બાદમાં તેને છરીના આડેધડ ઘા ઝીકીને વેપારીની હત્યા નિપજાવી દીધી હતી.આ બાદ ઘટના સ્થળ પર પોલીસ દોડી આવી હતી અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આગળની કાર્યવાહી કરી હતી.

હત્યાની ઘટનાને લઈને તો સૌ કોઈ ડરી જ ગયું હતું પણ સાથો સાથ પોલીસની કામગીરી પર પણ વધારે સવાલ ઉઠાવામાં આવ્યા હતા કારણ કે પોલીસના આવા કડક બંદોબસ્ત હોવા છતાં ગાંજાનું વેચાણ થઇ રહ્યું છે તેમ જ તેનું સેવન પણ કરવામાં આવી રહ્યું છે, હાલ વેપારીની હત્યાનો આ બનાવને લઈને પોલીસ હાલ કાયદેસરની કાર્યવાહી કરી રહી છે, આ ઘટના અંગે મૃતક યુવકના ભાઈએ સમગ્ર ઘટના અંગે જણાવી દીધું હતું.

મૃતક વ્યક્તિનું નામ વિજય બાબરીયા હતું જેની દૂધસાગર રોડ નજીક હાઉસિંગ બોર્ડ કવોટરમાં પાનની દુકાન હતી,એવામાં મૃતક વિજયભાઈના ભાઈ જીતેશભાઇએ ઘટના અંગે જણાવતા કહ્યું હતું કે પાનની દુકાન પાસે કેટલાક ગંજેરી લોકો ગાંજાનું સેવન કરી રહ્યા હતા એવામાં તેઓના ભાઈએ તેમની દુકાન નજીક ગાંજો ન પીવા માટે કહ્યું હતું જે બાદ આરોપીઓએ સવારે તને જોઈ લેશુ કહીને ચાલતા થયા હતા,એવામાં આજે 4 લોકો આવ્યા હતા અને સૌ પ્રથમ વિજય બાબરીયા(મૃતક) સાથે ઝપાઝપી કરીને ત્યાર બાદ તેઓને છરીના ઘા ઝીકી ઢીમ ઢાળી દીધું હતું.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *