પંચમહાલમાં એક જ સાથે ઉઠી પિતા-દીકરીની અર્થી તો આખુ ગામ હિબકે ચડ્યું!! દીકરી પાણીમાં ડૂબવા લગતા પિતાએ પણ છલાંગ લગાવી પણ….

આજરોજ ગુજરાતના ગોધરામાં એક ખુબ જ દુઃખદાયક ઘટના બની છે, ગુજરાત ટેકના અહેવાલ અનુઅસાર જાણવા મળ્યું છે કે, પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ભામૈયા પશ્ચિમ ગામમાં આવેલા તળાવમાં પૂજાનો સામાન પધરાવવતી વખતે યુવતીનો પગ લપસતાં યુવતીનો તળાવમાં પડી ફાટેલ અને પોતાની દીકરીને નજર સામે તળાવમાં પડતા જોઈને પિતાએ પોતાનાના જીવની પરવાહ કર્યા વગર જ તળાવમાં છલાંગ લગાવી હતી પરંતુ વિધિના એવા તે કેવા લેખ કે દીકરીને બચાવવા જતા પિતા પણ તળાવમાં ડૂબી ગયા હતા.

આ દુઃખદાયક ઘટનામાં પિતા અને પુત્રીએ બંનેએ પોતાના જીવ ગુમાવ્યા, આ દુઃખદ ઘટનાની જાણ થતા લોકો ઉમટી પડ્યા હતા અને ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. જે બાદ સ્થાનિક તરવૈયાઓની મદદથી પિતા-પુત્રીના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. હાલમાં પિતા-પુત્રીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ગોધરાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

બાપ દીકરીનો બંનેએ જીવ ગુમાવતા પરિવારમાં ભારે આઘાત લાગ્યો છે અને દુઃખની લાગણી છવાઈ ગઈ છે. આ ઘટના ખુબ જ દુઃખદાયક છે અને ચેતવણી સમાન પણ છે કારણ કે ક્યારેય પણ તળાવ કે નદી પાસે જતી વખતે ખુબ જ સાવેચતી રાખવી જોઈએ કારણ કે ક્યારે કઈ દુર્ઘટના બની જાય કોઈ નથી જાણતું. સમજદારી સાવેચતીમાં છે. આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે મૃતકોની આત્માને શાંતિ મળે અને પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *