વડોદરાં: જોતા વરઘોડો લાગી જાય એવી રીતે નીકળી અંતિમયાત્ર!! બેન્ડવાજા અને ગુલાલ સાથે… કારણ જાણી તમારા હોશ ઉડી જશે.

” મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ” અમરગઢના જીંથરીના રુગ્ણાલયમાં 29 વર્ષની કૂમળી વયે ક્ષરદેહ ત્યાગનાર રાવજી પટેલની આ કવિતા મૃત્યુને ઢૂંકડા જોતા માનવીની આત્મવ્યથા સમી છે. રાવજી પટેલે જાણતા હતા કે તેમનું મુત્યુ નજીકછે , આ જ કારણે આ કવિતા તેમને રચી. મોતને આપણે ત્યાં દુઃખદ પ્રસંગ તરીકે જોવામાં આવે છે, કારણ કે આ દુનિયામાંથી વ્યક્તિની વિદાય લોકો માટે પીડા દાયક હોય છે. આજે અમે આપને એક એવા મોતના સમાચાર જણાવીશું જે ખુબ જ અનોખા છે. આ ઘટના છે વડોદરાના ફેતપુરા કુંભારવાળાની છે.

દિવ્ય ભાસ્કરના અહેવાલ અનુસાર જાણવા મળ્યું છે કે, 75 વર્ષીની ઉંમરે નવઘણભાઈ ચૌહાણનું દુઃખદ નિધન થયું, પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર બે માસ પૂર્વે તેમના મોટા ભાઈ અને રાજસ્થાની ભજનિક ભીખાભાઈ ચૌહાણનું અવસાન થયું હતું. ભાઈની વિદાયના કારણે નવઘણભાઈ આઘાત સહન કરી ન શકતાં બીમારી પડ્યા અને અને ગત મોડીરાત્રે પોતાના ઘરે જ અંતિમ શ્વાસ લીધો હતો. તેમના દુઃખદ નિધન બાદ પરિવાજનોએ બેન્ડવાજા અને ભારે આતશબાજી સાથે ભવ્ય અંતિમયાત્રા કાઢવામાં આવી હતી.

બન્ને ભાઈ રામ લક્ષમણની જોડી હતા.મોટા ભાઈની વિદાય બાદ નાના ભાઈએ પણ વિદાય લઇ લીધી. બંને ભાઈઓએ સમાજ માટે અનેક કાર્યો કર્યાં હતાં. એ કાર્યોને સમાજ ક્યારેય ભૂલી શકે એમ નથી. આપણે સૌ કોઈ જાણીએ છે, આ જગતમાં એવા પણ ઘણા લોકો હોય છે જે પોતાનું જીવન બીજાના માટે સમર્પિત કરે છે. ભીખાભાઈ અને નવઘણભાઈએ પણ જીવનભર સાથે રહ્યા અને અંત કાળે વિદાય પણ સજોડે જ લીધી. ભલે બનેના મોતના દિવસો વચ્ચે અંતર હોય પરંતુ એક રીતે તો આ બન્ને ભાઈનો પરસ્પરનો સાથ છે.

વડોદરાના માર્ગ પર આવી અંતિમ યાત્રા કદાચ પહેલીવાર નીકળી હશે. અંતિમ વિદાય કાળજું કંપાવી દેનાર હોય છે પરંતુ આ અંતિમ યાત્રાને વરઘોડા ની રીતે જ કાઢી અને આ ભવ્ય અંતિમ યાત્રામાં સૌ લોકો જોડાયા હતા, આપણે ઈશ્વરને પાર્થના કરીએ કે મૃતકોની આત્માને શાંતિ મળે. પરિવારજનોને પણ આ દુઃખ સહન કરવાની શક્તિ અર્પે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *