વિદેશથી વીરપુર માનતા પુરી કરવા આવેલી યુવતી ભૂલી પડી જતા સ્વંયમ બાપા સંગાથે આવીને માર્ગ દેખાડ્યો.

આજે આવત કરીશું આપણે જલારામ બાપાના પરમ ભક્ત વિશે જે ખૂબ જ બાપની સેવા ભક્તિ કરતો હતો. વાત જાણે એમ હતી.કેગુજરાતી લુંવાણા લંડન ની એક કંપની મા નૌકરી કરતો હતો. તેને વિરપુર ના જલારામ જોગી ઉપર ઘણી આસ્થા અને વિશ્વાસ હતો એટલે તે પોતાની ઓફિસ મા જલારામ બાપા નો ફોટો રાખતો અને રોજ સવારે ભક્તિ ભાવ થી અગરબત્તી કરી તેમની વંદના કરતો.

આવી રીતે આ ગુજરાતી યુવક પોતા ની ઓફિસ મા રોજ સવારે પેહલા જલારામ બાપા ની પુજા કરે અને પછી જ તેના કામ ની શરૂઆત કરે. આ રીતે રોજ તેને પૂજા કરતા જોઈ ત્યાં ના વિદેશી મેનેજર તેની ઘણી વાર મજાક કરતા. એક વાર અંગ્રેજ મેનેજરે અંગ્રેજી મા પૂછ્યું કે “ યુ ઇન્ડિયન આર સચ અ સ્ટુપિડ. હું ઇજ દિસ ઓલ્ડ મેન વહુમ યુ વર્શીપીંગ? ત્યારે ગુજરાતી યુવકે જવાબ આપ્યો કે આ અમારા ભગવાન છે વિરપુર ના જલારાપબાપા.

અંગ્રેજે પાછુ પૂછ્યું “ હિ ઇજ હેલ્પીંગ યુ?” ત્યારે ગુજરાતી યુવકે જવાબ આપ્યો કે હા તે સદાય બધે ની મદદ કરે છેએક સમય એવો આવ્યો કે, તે જે કંપની મા આ ગુજરાતી યુવક કામ કરતો હતો તે પણ આ મંદી ની ચપેટ મા આવી અને કમ્પની બંધ થવાની આરે હતી. તેમાં એક દિવસ પેલો અંગ્રેજ મેનેજર ગુજરાતી ની ઓફિસ મા આવ્યો અને જલારામ બાપા ના ફોટા સામે ઉભો રહ્યા અને કહ્યું કે જલારામ બાપા મદદ કરશે? ત્યારે કહ્યું હા અખૂટ શ્રદ્ધા રાખો તો થશે.

સમય પસાર થતો હતો આ વાત ને બે થી ત્રણ મહિના વીતી ગયાં કંપની ફરી થી એકવાર ધમધમવા લાગી. શેર-હોલ્ડરો મળવાથી શેરો વેંચાવા લાગ્યાં. આખરે માનતા તમારે વિરપુર જવું પડશે. પણ તેનાં માટે આ અશક્ય હતું.પરતું તેની દીકરી ભારત ટુર પર જવાની છે ત્યારે તે ત્યાં મંદિરે જઈ આવે તો ચાલે, ત્યારે યુવક કે હા પાડી. મેનેજરે પોતા ની વીસ વર્ષ ની જુવાન દિકરી ને વાત કરી કે તું ભારત ભલે જા પણ પહેલાં તારે વિરપુર જઇ આવજે.ફ્લાઈટ મા મુંબઈ પોહચી અને મુંબઈ થી રાજકોટ.

રાજકોટ પોહચી ત્યારે સાંજ પડી ગઈ હતી આ દીકરીએ રાજકોટ થી વિરપુર જવા માટે વેરાવળ-સોમનાથ જે વિરપુર થઇ ને જાય છે તે બસ પકડી. આ રીતે સતત મુસાફરી ને લીધે તેને થાક નો અનુભવ થતો હતો. બસ ચાલુ થઈ અને તેને ઊંધ આવી ગઇ, વિરપુર ઉતરવાનું ચુકાઇ ગયું ને બસ પહોંચી સીધી વેરાવળ. અડધી રાત નો સમય હતો અને આ જુવાન દીકરી વેરાવળ ના બસ સ્ટેન્ડ મા આંટા મારવા લાગી. તેને સમજાઈ ગયું હતું કે તેને જ્યાં ઉતરવાનું હતું તે જગ્યા પાછળ રહી ગઈ છે.

વેરાવળ ના બસ સ્ટેશન મા મધરાતે એક યુવક ને અંગ્રેજી મા વિરપુર જલારામ મંદિરે જવાનું પુછ્યું આ યુવક ને તેમની ભાષા સમજાઈ ગઈ અને તે બોલ્યો કે તમે વધુ આગળ આવી ગયા છો અને તેને ફરી વિરપુર જતી રાજકોટ ની બસ પકડવી પડશે. આ દીકરી એકલી મધરાતે ફરી બસ મા બેઠી અને રાત ના ચારેક વાગ્યા ના ગાળા મા બસ વિરપુર સ્ટેશન પર થોડીવાર માટે ઉભી આ દીકરી ત્યાં ઉતરી ગઈ.

વિરપુર નું બસ સ્ટેશન ગામ ની બારોબાર હોવા થી સવાર ના ચાર વાગે બધું સુમસામ હતું ચારે બાજુ અંધારી રાત અને નિરવ શાંતિ માત્ર કુતરાઓ નો ભસવાનો આવાજ આવી જગ્યા જોઇ તે ગભરાવા લાગી. આજુ-બાજુ કોઈ દેખાતું નહતું પરંતુ થોડી દુર તેની નજર એક રીક્ષાવાળા પર પડી. તે ત્યાં ગઈ અને અંગ્રેજી મા કહ્યું કે તેને જલારામ મંદિરે જવું છે. આ રીક્ષાવાળો ખરાબ વૃતિ થી દીકરી ને જોતો હતો. તેને અંગ્રેજી તો ના સમજાયું પણ એટલું નક્કી થયું કે આ છોકરીને જલારામ મદિરે જવું છે.

રીક્ષા વાળાની વૃત્તિ ખરાબ હતી એટલે તેને યુવતી ને બેસવાનું કહ્યું પરતું ત્યાં જ દીકરીએ પાછળ ફરી ને જોયું તો માથે દુધ જેવી સફેદ પાઘડી,અંગે કડિયું અને ધોતી અને હાથ મા લાકડી પકડી એક મોટી ઉંમર ના બાપા તેને ઇશારા થી રીક્ષા મા ન બેસવા માટે સમજાવી રહ્યાં હતાં. દીકરી તેમનો ઇશારો સમજી ગઇ અને તેણે મવાલી રીક્ષાવાળા ને જાકારો આપી આ બાપા ની પાછળ હાથ પકડી ચાલવાં લાગી.

બાપા ના મોઢાં મા થી માત્ર સીતારામ નુ રટણ ચાલુ હતું.દીકરી ને ઈશારા થી મંદિર દેખાડ્યું. સવાર ની વેહલી આરતી વખતે દીકરી તૈયાર થઇ અને એક થાળી મા શ્રીફળ,કંકુ,ચોખા અને અગરબત્તી લઇ તે બધા ભાવિકો ની જેમ લાઇન મા દર્શન કરવા ઊભી રહી. એવા મા તેની નજર મંદિર મા રાખેલી એક છબી ઉપર પડી. આ ફોટો જલારામ બાપા નો એક અંગ્રેજે પાડેલો એકમાત્ર વાસ્તવિક ફોટો હતો જે હજુ પણ વિરપુર ના મંદિર મા રાખેલો છે. દીકરી ને આ ફોટો જોઇ નવાઇ લાગી. તેણે બાજુ મા ઊભેલા એક યુવક ને પૂછ્યું કે આ ફોટા વાળા વ્યક્તિ નુ સરનામું આપશો તેને મળવું છે.

આ સંભાળીને ત્યાં લોકો હતા તે હસ્યાં અને કહ્યું કે મેડમ આ શક્ય નથી. ત્યારે તેણે કારણ પૂછ્યું કેમકે દીકરી વિચારતી હતી કે હજુ ગઈ રાતે આ માણસે જ મને રાતે બસ-સ્ટેન્ડ થી અહિયાં સુધી પહોંચાડી ને મારી મોટી હેલ્પ કરી હતી. મારે તેને થેન્ક યુ કહેવું છે આ પરતું સૌ કહ્યું આ તો બાપા જલારામ છે જેમને વર્ષો પહેલા જ હરિ ધામ સિંધવાયા. ત્યારે એ યુવતી આંખમાં દિવ્યતા અશ્રુ વહેવા લાગ્યા. આ છે બાપાનો ચમત્કાર.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *