ગુજરાત ના આ ગામ મા સરપંચે એવુ કર્યુ કે યુવાનો થી માંડી વૃધ્ધો એ એક જાટકે તમાકું બીડી ની વ્યસન મુકી દીધુ…

આ બ્લોગ વાંચીને તમે કહેશો કે સરપંચ હોય તો આવા ખરેખર એક સર્જધારે તો ગામડાને પણ શહેર કરતાં વધુ સુંદર બનાવી શકે અને સારી રીતે વિકાસ પણ કરી શકે છે. આજે અમે આપને એક એવા ગામડા વિશે જણાવ્યું હતું. જ્યાં કોઈપણ જાતનું વ્યસન કરવામાં નથી આવતું. આપણે જાણીએ છીએ કે મોટાભાગમાં ગામડાઓમાં વૃદ્ધ લોકો ને બીડી પીવાની આદત હોય છે પરંતુ આ ગામમાં વૃદ્ધોથી લઈને દરેક યુવાનોએ વ્યસન છોડી દીધું છે અને આ કાર્ય થયું છે માત્ર ને માત્ર સરપંચના એક નિર્ણયના લીધે તો ચાલો અમે આપને આ બ્લોગ દ્વારા જણાવીએ કે આખરે આવું કઈ રીતે થયું અને ક્યાં કારણે લોકોએ વ્યસન મૂકી દીધું

મહેસાણા જિલ્લામાં. 6 હજારની વસ્તી ધરાવતા વડનગરના બાદરપુરમાં ગુટખા-તંબાકુના વેચાણ પર છેલ્લા 21 વર્ષથી પ્રતિંબંધ છે. આ ગામ કોઇ મંદિર, મસ્જિક કે પ્રવાસન સ્થળથી નહીં પણ પોતાના અડીખમ નિર્ણયથી ઓળખાય છે.
આખા ગામને વ્યસન મુક્ત કરવું એ કોઈ નાનો નિર્ણય નથી પણ ચોક્કસ ઐતિહાસિક નિર્ણય કહી શકાય. 1997 આસપાસ આ ગામના એક યુવાનનું વ્યસનના કારણે ગંભીર બીમારીથી અકાળે મૃત્યુ થયું હતું. ત્યારબાદ 1997થી 2001ના ગાળામાં ગામના 8 જેટલા લોકોને કેન્સરની બીમારી થતાં ગામના સરપંચ ગુલામ હૈદરે આખુ ગામ ભેગું કર્યું અને એક નિર્ણય કર્યો.

આ નિર્ણય હતો કે, આજ પછી ગામમાં કોઇએ વ્યસ્ન કરવું નહીં કે કોઇ પ્રકારે ગુટખા, તંબાકું અને બીડી જેવી વસ્તુંનું વેચાણ કરવું નહીં. સરપંચના આ નિર્ણયને આખા ગામે વધાવી લીધો અને બીજા દિવસે જેટલી દુકાનો પર ગુટખા, તંબાકુની વસ્તુઓ હતી બધી ગામલોકોએ ખરીદી લીધી અને તેની હોળી કરી દીધી.સરપંચના નિર્ણય બાદ ખેડૂતોએ પણ તંબાકુની ખેતી કરવાનું બંધ કર્યું.આજે 21 વર્ષ વીતી ગયા હજું ગામમાં કોઇ ખેડૂત તંબાકુની ખેતી નથી કરતા કે ગામમાં કોઇ વેચાણ નથી કરતું. આ નિર્ણય કર્યો ત્યારે ગામમાં 40 જેટલી દુકાનો હતી. નિર્ણય કર્યા બાદ અડધી દુકાનો બંધ થઇ ગઇ છે.

આ ગામના 80 વર્ષીય હબીબભાઈ 15 વર્ષનો હતા ત્યારથી બીડી પીતા હતા. અને તેઓ રોજની 25 બીડી પી જતા પણ ત્યારે આ નિર્ણય બાદ તેમણે પણ બીડી પીવાનું છોડી દીધું છે. લોકો જાણી ગયા છે કે તમાકુ એક ઝેર છે અને ઝેર જેવું કામ કરે છે.બાદરપુર ગામમાં કોઇ બહારથી આવે અને દુકાન પર જઇને તંબાકુ કે ગુટખા માંગે તો જવાબ મળે છે કે, અહીંયા આવું કઇ નહીં મળે. આ જવાબ સાંભળીને ઘણા ચોંકી જાય છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *