સુરતમાં 8 વર્ષના આ માસુમનું એવી રીતે મૃત્યુ થયું કે જાણી તમારા આંસુ નીકળી જશે!! વાલીઓ એક વખત જરૂરથી વાંચે…

સુરત શહેરમાં એક ખુબ જ ચેતવણી ભર્યોં કિસ્સો સામે આવ્યો છે, આ ઘટના દરેક વાલીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો છે. એક બાળકનો એવી ઘટનાથી જીવ ગયો કે સાંભળીને તમારો પણ જીવ તાળવે ચડી જશે. સામાન્ય ભૂલના લીધે માતા પિતાએ પોતાનો વ્હાલસોયો દીકરો ગુમાવવો પડ્યો, ચાલોઆ મેં આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી આપીએ.

આ બનાવ અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ તો આ દુઃખદ ઘટના સુરત શહેરની છે. સગરામપૂરા વિસ્તારમાં આવેલ તલાવડીમાં રહેતા મોહમ્મદ આસિફ શેખ લગ્ન પ્રસંગોમાં ઘોડાગાડી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનો દીકરો આકિબ શેખ સગરામપુરામાં જ આવેલી સ્કૂલમાં ધોરણ 3માં અભ્યાસ કરી રહ્યો હતો. બનાવ એવો બન્યો કે, રવિવારની સ્કૂલમાં રજા હતી અને આ કારણે તેને પિતાને ફોન કરી ફરવા લઈ જવા માટે કહ્યું હતું.

જેથી પિતાએ તૈયાર થવા જણાવ્યું હતું, જેથી આકિબ તૈયાર થવા લાગ્યો. આકિબે બાથરૂમમાં હીટર મુકેલા ગરમ પાણીની ડોલમાં હાથ નાખતા અચાનક જ કરંટ લાગ્યો હતો અને આકિબે પોતાનો જીવ ગુમાવ્યો. આ દુઃખદ ઘટનાને પગલે પરિવારમાં શોકમય વાતાવરણ છવાઈ ગયું હતું. દીકહાલ તો પોલીસે નિવેદન નોંધી સિવિલમાં પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. આ ઘટના દરેક માતાપિતાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *