રાજકોટમાં યોજાયા ખુબ અનોખા લગ્ન!! લગ્નના માંડવામાં નહિ પણ સ્મશાનમાં લીધા ઊંધા ફેરા એ પણ ચોઘડિયા વગર…આવું કરવાનું કારણ છે રસપ્રદ

હાલમાં ચારો તરફ લગ્નનો માહોલ છે, ત્યારે અનેક યુગલો આપણી હિન્દૂ પરંપરા પ્રમાણે લગ્નના બંધને બંધાઈ રહ્યા છે, ત્યારે હાલમાં જ રાજકોટના યુગલે અનોખી રીતે લગ્ન કરીને જીવનભર માટે એક થઇ ગયા છે. આ લગ્નમાં ન તો લગ્નનો માંડવો હતો કે ન કોઈ આપણી હિન્દૂ લગ્ન રીતિ રિવાજ. આ લગ્નમાં યુગલે એવી જગ્યાએ લગ્ન કર્યા કે લોકો આ જગ્યાએ ક્યારેય જવાનું પસંદ ન કરે.

આ અનોખા લગ્ન ક્યાં થયા અને આવા લગ્ન કરવા પાછળનું કારણ શું જવાબદાર છે? આ તમામ પ્રકારના મનમાં ઉદ્બવતાં પ્રશ્નોના જવાબ તમને આ બ્લોગ દ્વારા જણાવીશું. ખરેખર આ અનોખા લગ્ન દરેક લોકો માટે પ્રેરણાદાયક છે. આજના સમયમાં યુગલના મનમાં આવો વિચાર આવો એક ખુબ જ મોટી વાત છે. આજના સમય દરેક યુગલ એ વિચારતા હોય છે કે, તેમના લગ્ન ભવ્ય અને શાનદાર રીતે થાય કે લોકોની નજર ન હટે.

પાયલ અને જયેશ નામના દંપતિએ એક અલગ જ વિચારધારા સાથે લગ્નના બંધને બંધાવાનું નક્કી કર્યું. આ અનોખા લગ્ન રાજકોટના કોટડાસાંગાણીના રામોદ ગામના સ્મશાનમાં યોજાયા હતા. આ લગ્ન બૌધ્ધ સાથે વિજ્ઞાન જાથાની વિચારધારાને અનુલક્ષીને આ લગ્નનું અનોખી રીતે આયોજન કરવામાં આવ્યું હતું.

આ લગ્નમાં જાનૈયાઓ ભૂતપ્રેત બનીને આવ્યા હતા તેમજ કન્યા પક્ષના લોકોએ પણ કાળા વેશ પરિધાનમાં જાનૈયાનું સ્વાગત કર્યું તેમજ તમામ જાનૈયાઓને સ્મશાનમાં ઉતારો અપાયો અને લગ્ન મુહૂર્ત, ચોઘડિયા વગર ઊંધા ફેરા સાથે લગ્ન કર્યા અને બંધારણી પ્રમાણે વચન લઈને લગ્ન જીવનની શરૂઆત કરી.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *