ભારે કરી ! વડોદરા મા બે મહીલા જોત જોતામા 66000 ના પટોળા ચોરી ગઈ…જુઓ વિડીઓ

આપણે જાણીએ છે કે, ચોરીના અનેક બનાવો બને છે અને સોશીયલ મીડિયામાં આવા ચોરીના બનાવનાં વીડિયો પણ વાયરલ થતા હોય છે. હાલમાં જ એક એવો વીડિયો વાયરલ થયો કે તમે જોઈને ચોંકી જશો.વડોદરા મા બે મહીલા જોત જોતામા 66000 ના પટોળા ચોરી ગઈ. આ ઘટના રાજકોટ શહેરની છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે દિવાનપરા વિસ્તારમાં આવેલી એક દુકાનમાં ગ્રાહક બનીને મહિલાઓએ પટોળાની ચોરી કરી હતી.

આ ઘટનાનો વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. સાડીની દુકાનનાં ભાગીદાર જીગ્નેશભાઈ એ આ ઘટનાં અંગે આપવીતી જણાવી હતી. કહ્યું કે, માણસો દુકાનમા સાડી તથા પટોળાનો માલ ગોઠવતા હતા. અમારી દુકાનમાં રાજકોટ પ્યોર પટોળા નંગ-8 હતા. જેમાથી એક નંગ જોવામાં આવેલ અને બાકીના નંગ-7 જે જોવામા આવેલ નહીં જેથી સીસીટીવી ફૂટેજ જોયેલ.

સીસીટીવીના ફૂટેજ તપાસવામાં આવી તો તા.06/11ના રોજ બપોરના સમયે બે મહીલાઓ આવેલી. જેમા એક મહીલા પોતાના મોઢા પર ચુંદડીની બુકાની બાંધીને દુકાનના સેલ્સમેન હીરેનભાઇ પાસે આવી સાડીઓ જોતા હતા. એક મહિલા પોતાની રીતે ઉભા થઇને સાડીઓ જોવા લાગી હતી. અને એક ખુલ્લી સાડી નીચે રાખી અને તેની સાથે આવેલ મહીલા જે નીચે બેઠેલ હતા. તેની પાસે નીચે ફેંકવા લાગી હતી. બાદમાં બંને સાડી જોવા લાગ્યા હતા

બુકાની બાંધેલ મહીલાઓએ જે સાડીની નીચે પટોળા ફેકેલા તેની ઉપર બીજી પણ સાડીઓ રાખી દીધી હતી. અને સાડીની નીચેથી પટોળા સેરવી પોતે જે લાંબી ચુંદડીની બુકાની બાંધેલ તેની આડમાં છુપાવી નજર ચુકવી અને અલગ અલગ ડિઝાઇના અલગ અલગ કીંમતના કુલ પટોળા નંગ-7 જેની કીંમત રૂ.66,000/- હતી. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.

અને તેમાં જોઈ શકો છો કે સીસીટીવીમાં પણ સ્પષ્ટ જોઈ શકાય છે કે મહિલા દુકાનદારને વાતોમાં રાખીને એક પછી એક પટોળા સેરવી રહી છે. હાલ વેપારીની ફરિયાદ તેમજ સીસીટીવીનાં આધારે એ-ડિવિઝન પોલીસે પટોળાની ચોરી કરનાર આ બંને મહિલાઓને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *