ચેતવણી ભર્યો કિસ્સો!! જામગરના યુવકની નાની એવી ભૂલ અને જીવથી હાથ ધોય બેઠવુ પડ્યું,પુરી ઘટના જાણી તમે પણ આશ્ચર્યમાં મુકાશો..

હાલમાં જ જામનગરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. દિવ્યભાસ્કરના અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું છે કે, જામનગર શહેરમાં એક યુવાનનું દુઃખદ નિધન થયું, આ ઘટના દરેક લોકો માટે ચેતવણી સમાન છે. આ ઘટના અંગે વિગતવાર જાણીએ તો નાગનાથ ગેઈટ પાસે આવેલા એક વીજ થાંભલા પાસે લઘુશંકા કરવા ઉભેલા યુવાનને અચાનક થાંભલામાંથી શોર્ટ લાગતા ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો હતો.

મૃતક યુવાન રજાક રફીકભાઇ આમરોણીયા સામે આવ્યું છે અને જાણવામળ્યું હતું કે તે પેસાબ કરવા જતો હતો તે દરમ્યાન વીજથાંભલા પાસે વીજશોક લાગ્યો હતો. ત્યારબાદ, સ્થાનિક લોકો દ્વારા 108 એમ્બ્યુલન્સ મારફતે જી.જી.હોસ્પિટલ ખેસડવામાં આવ્યો હતો. ત્યારબાદ સરકારી જી.જી.હોસ્પિટલ ના ડોક્ટરોએ યુવાન નો મૃત્યું થયો હોય એની જાહેરાત કરી હતી.

બનાવની જાણ થતા જ પીજીવીસીએલ કચેરીના ટીમ ઘટના સ્થળે પહોંચીને તે વિસ્તાર ની પાવર લાઇન બંધ દેવાઇ હતી. તેમજ આ સમગ્ર ઘટનાનો નિરીક્ષક કરાવ્યો હતો તેમજ રોજકામ કરીને તપાસ શરૂ કરવામાં આવેલ હતી. જે બાદ કારણ બહાર આવશે. ખરેખર આ બનાવ પરથી દરેક વ્યક્તિ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે જ્યાં વીજ પુરવઠો હોય તેવી જગ્યાએ થી દૂર રહેવું જોઈએ. કારણ કે વીજ શોકના બનાવ ચોમાસાની ઋતુમાં વધારે બને છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *