વિધાતાના કેટલા કરુણ લેખ!! દીકરો પોતાના પોલીસ ઓફિસર બનવાના સપનાને સાકાર કરે તેની પેહલા જ મૌતને પામ્યો, પરિવારજનો દડદડ આંસુએ…

પંજાબના 27 વર્ષીય યુવક ગુરશિન્દર સિંહ ઘોટડાનું કેનેડામાં એક ભયાનક અકસ્માતમાં મોત થયું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે અકસ્માતમાં યુવકની કાર ટ્રોલી સાથે અથડાઈ હતી, જે બાદ તે કારમાં જ જીવતો સળગી ગયો હતો. યુવક કપુરથલાના ભાદાસ ગામનો રહેવાસી હતો. આ અકસ્માત 23 ઓગસ્ટના રોજ થયો હતો જ્યારે તે બુધવારે તેના માતા-પિતાને મળવા જઈ રહ્યો હતો.

ગુરશિન્દર સિંહ ખોટડાએ કેનેડિયન પોલીસમાં જોડાવા માટે એકેડેમીમાંથી તાલીમ પૂર્ણ કરી હતી અને સોમવારે કેનેડિયન પોલીસ સેવામાં જોડાવાનો હતો. તેમના પરિવારમાં તેમના પિતા સુરિન્દર સિંહ, માતા અને એક નાનો ભાઈ છે. તેમના પિતા સુરિન્દર ચંદીગઢથી ASI પદ પરથી નિવૃત્ત થયા હતા. ગુરશિન્દરના અંતિમ સંસ્કાર 25 ઓગસ્ટના રોજ કેનેડામાં કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે આ મહિનાની શરૂઆતમાં પંજાબના મોગાના ઢોલિયા ખુર્દ ગામના કેનેડામાં રહેતા યુવક ગુરજોત સિંહનું પણ માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. પંજાબથી કેનેડા પૈસા કમાવા જતા અનેક યુવાનો રોડ અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે. એટલું જ નહીં કેટલાક યુવકો હાર્ટ એટેકનો શિકાર પણ બન્યા છે.

કેનેડા પંજાબીઓનો સૌથી પ્રિય દેશ છે. જમીનની દ્રષ્ટિએ, રશિયા પછી કેનેડા વિશ્વનો બીજો સૌથી મોટો દેશ છે, જ્યારે વસ્તી 30 મિલિયનથી થોડી વધુ છે. 2021માં કેનેડા સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર કેનેડામાં શીખોની કુલ વસ્તી 7.71 લાખ છે. ભારતમાંથી કેનેડામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા 3 લાખની નજીક છે. એક રિપોર્ટ અનુસાર કેનેડામાં પંજાબી ભાષી નાગરિકોની સંખ્યા 2006થી 2016 વચ્ચે 3.68 લાખથી વધીને 5.02 લાખ થઈ ગઈ છે. પંજાબી કેનેડામાં ત્રીજી સૌથી લોકપ્રિય ભાષા છે. કેનેડાની કુલ વસ્તીના 1.3 ટકા લોકો પંજાબી સમજે છે અને બોલે છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *