લંડનમાં નોકરી કરનાર યુવતી ગુજરાતનાં નાના એવા ગામમાં ખેતી કરીને સાદું જીવન જીવી રહી છે.

આજે આપણે એક એવી યુવતી વિશે વાત કરીશું જે લંડનની વૈભવશાળી અને લક્ઝ્યુરિસ લાઈફ સ્ટાઈલ છોડીને આજે પોરબંદર પંથકમાં ખેતી કરીને ખૂબ જ સરળ અને સાદું જીવન જીવી રહી છે. ત્યારે તમને પણ જાણીને નવાઈ લાગશે કે યુવતી લાખો રૂપિયાનો પગાર છોડીને આખરે તે ગામડાંમાં પોતાનું જીવન શા માટે જીવી રહી છે? આજના સમયમાં જ્યારે ગામડામાં રહેવાનું પસંદ નથી કરતી ત્યારે આ યુવતી લંડનની લાઈફ છોડીને આવું જીવન જીવે છે.
18 30 30 8.couple starting farming after left london

village

આ ઘટના છે પોરબંદર શહેરના બેરણ ગામની જ્યાં વાડી વિસ્તારમાં રહેતાં ભારતી ખૂંટી અને તેમના પતિ લોકો માટે પ્રેરણાદાયી બની રહ્યા છે. આ યુવતી વિશે વાત કરીએ તો ભારતીએ રાજકોટમાં રહીને સાયન્સ બાદ એરહોસ્ટેસનો કોર્સ કર્યો હતો.

18 30 16 11.couple starting farming after left london

આખરે વર્ષે 2009માં રામદે ખૂંટી સાથે લગ્ન થયાં. આગળનો અભ્યાસ કરવા 2010માં પતિ સાથે લંડન ગયાં. 2014માં દીકરાનો જન્મ થયો. આજના સમયના યુવાન પેઢી વિદેશોમાં જઈને મા બાપને ભૂલી જાય છે અને એકલતામાં જીવન જીવવાનું વિચારે છે.

Screenshot 2022 05 08 18 32 24 626 com.google.android.googlequicksearchbox

આ બંને યુગલો એ બધા જ દંપતીઓ માટે પ્રેરણારૂપ બન્યા.વાત જાણે એમ છે કે, બંને યુગલ પોતાના વતન પરત પાછા આવ્યા અને સૌથી ખાસ વાર એ કે, ભારતી લંડનમાં લાખોની નોકરી છોડીને તેમના પતિ સાથે વાડીમાં રહીને ખેતી શરૂ કરી છે. છતાં આજે તેઓ વિદેશ કરતાં પણ વધુ આવક ખેતરમાં રહીને મેળવે છે.

18 30 14 1.couple starting farming after left london

ભારતી અને રામદેને પણ આ વિચાર આવ્યો કે, વતનમાં રહેતા માતા-પિતાનું શું? બસ આ વિચારથી બન્નેએ વિદેશની ધરતી છોડી વતનમાં જવાનો નિર્ણય લીધો અને 2015માં વિદેશની લક્ઝરી લાઈફ છોડી વાડીમાં રહેતાં મા-બાપ પાસે પહોંચી ગયાં અને પશુપાલન સાથે ખેતી શરૂ કરી. ભારતીએ તો ક્યારેય ખેતરમાં પગ નહોતો મૂક્યો. તેમ છતાં પાયાનું જ્ઞાન મેળવી ઓર્ગેનિક ખેતી અને દૂધનો ધંધો શરૂ કર્યો.

18 30 34 14.couple starting farming after left london

આમ પણ કહેવાય ને જો આવડત હોય તો કોઈપણ રીતે તમે પૈસા કમાઈ શકો છો. આ દંપતીએ ખેતીની સાથે યુટુબ ચેનલ થકી લંડન કરતાં પણ વધુ આવક મેળવી રહ્યાં છે. જે યુવતી એ ક્યારેય ખેતરમાં પગ નોહતો મુક્યો. લંડનમાં ઘૂમતી ભારતી આજે ભેંસો પણ જાતે જ દોહી લે છે. ક્યાંરેય ભેંસનો આંચળ પણ પકડયો ન હતો તે એક સાથે 5-5 ભેંસો દોહી લે છે.

18 30 25 4.couple starting farming after left london

પશુઓનું છાણ સાફ કરવા સહિતના કામથી પણ તે અજાણ નથી.આજે આ બંને એ પોતાની પોતાની યુટુબ ચેનલ પણ ચલાવે છે, આ યુટ્યુબ ચેનલમાં ગામડાની જીવનશૈલી બતાવવામાં આવે છે.વિલેજ લાઈફ વિથ ઓમ એન્ડ ફેમિલી” નામની ચેનલમાં તે ખેતીમાં કેવી રીતે કામ કરે છે.

1686315264186

આજે તેઓ યુટ્યુબ દ્વારા લાખો રૂપિયા કમાઈ છે અને પોતાનું જીવન ખૂબ જ સાદગી રીતે ગામડામાં જીવી રહ્યા છે છતાં પણ તેઓ સુખાકારી રીતે જીવન પસાર કરી રહ્યા છે. આ વાત પરથી એ નક્કી કે ખેતી દ્વારા તમે તમારા ગામડામાં પણ રહીને સારી કમાણી કરી શકો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *