માતાજી એ ચમત્કાર કર્યો ?અમદાવાદના એક પરિવારમાં દેખાયા કંકુવાળા બાળ પગલા …

હાલમાં જ નવરાત્રીનું પાવન પર્વ પૂર્ણ થયું છે, ત્યારે આ પવિત્ર તહેવારમાં અનેક ઘટના ઓ બની હોય છે. અનેક ઘરોમાં દેવી દેવતાઓની સ્થાપના કરવામાં આવે છે.ત્યારે હાલમાં જ એક ચમત્કાર બન્યો જેને સૌ કોઈને ચોંકાવી દીધા છે. આપણે જાણીએ છે કે, નવરાત્રીમાં અનેક બનાવ બનતા હોય છે કારણ કે નવરાત્રી પાવન પર્વ છે, માતાજીનું અને મા આ ધરામાં પધારે છે અને દરેક લોકોની ઘરમા પણ અંબાજીની સ્થાપના કરવામાં આવે છે. ત્યારે હાલમાં જ એક ઘરના માતાજી પધાર્યા હતા ને એક ખૂબ જ ચમત્કારી ઘટના બની.જેના વિશે અમે આપને માહિતગાર કરીશું.

હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, અમદાવાદના નવાવાડજ વિસ્તારમાં આવેલી શ્રી આરાસુરી સોસાયટીના મકાનમાં કંકુવાળા માતાજીના પગલાં પડતા દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી હતી. તમને જાણીને આશ્ર્ચય થશે કે,છેલ્લા 30 વર્ષથી શ્રી આરાસુરી સોસાયટીમાં રહેતા ચિરાગભાઈ શાહ અને તેમના ધર્મપત્ની કામિનીબેન શાહના ઘરે નવરાત્રિના અંતિમ દિવસે ભક્તોની ભીડ ઉમટી પડી હતી.

વાત જાણે એમ છે કે,ઘરે તેમના મંદિર પાસે કુંકુવાળા 9 પગલાં દેખાતા આસપાસના લોકોના ટોળા દર્શન માટે ઉમટી પડ્યા હતા. નવરાત્રીના નવમા દિવસની રાત્રે ગરબો વળાવી કામિનીબેન સૂઈ ગયા અને સવારે જ્યારે ચિરાગભાઈ ઉઠ્યા ત્યારે ઘરના મંદિર પાસે કંકુવાળા પગલાં જોવા મળતા આશ્ચર્યચકિત થઈ ઉઠ્યા હતા.

કંપાડોશમાં રહેતા બેનને બોલાવતા માતાજી બાળ પગલાં હોવાનું કહ્યુ હતું. ચિરાગભાઈએ તરત જ ડભોળાના મહારાજને વીડિયો કોલ કરીને કંકુવાળા 9 બાળ પગલાં તેમના મંદિર પાસે જોવા મળી રહ્યા હોવાની જાણ કરી હતી. માતાજીની આપને ત્યાં પધરામણી થઈ છે, એક દિવસ સુધી આસપાસના લોકોને દર્શન કરવા દો.

શનિવારે સવારે 7.30 થી 9.30 વચ્ચેના મુહૂર્તમાં કંકુ ડબ્બીમાં રાખી સફાઈ કરવા માટે કહ્યું હતું. ચિરાગભાઈએ પોતે કંકુવાળા માતાજીના બાળ પગલાંના તેમના ઘરના મંદિર પાસે પડ્યા હોવા અંગેના વીડિયો શેર કર્યા હતા અને આ પરિવાર છેલ્લા 10 વર્ષની સદાય માતાજીની પુજા અર્ચના કરે છે અને તેમને માતાજી ને પ્રાર્થના કરી હતી કે તેમને સપનામાં દર્શન આપો પરતું માતાજી આ રીતે ચમત્કાર આપતા ધન્યતા અનુભવી છે.ગુજરાતી અખબાર આ ઘટના ની પુષ્ટી કરતુ નથી અને અંધશ્રધ્ધા ને સમર્થન આપતુ નથી.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *