ગજબ હો બાકી!90ના દાયકામાં નીકળતો આવો જોરદાર વરઘોડો, વિડીયો જોઈ યાદો તાજા થઇ જશે… જુઓ વિડીયો

આપણે જાણીએ છે કે, સમયની સાથે ઘણું બધું બદલાય જાય છે પરંતુ વીતી ગયેલા સમયની યાદ કાયમી રહી જાય છે. આજે અમે આપને એક એવા વિડીયો વિષે જણાવીશું જે સૌ કોઈને પોતાના જુના સમયમાં લઇ જશે. પહેલાના સમયમાં લગ્નનો માહોલ ખુબ જ અનેરો હતો ( In earlier times, the atmosphere of marriage was very different ) અને આજે જે રીતે લોકો મોજ કરે છે એવી મોજ પહેલા પણ થતી પરંતુ હવે બદલાતા સમય પ્રમાણે વસ્તુઓ બદલાય ગઈ છે.

હાલમાં ઇન્સ્ટાગ્રામ પર એક રીલ્સ વાયરલ થઇ રહી છે, આ રીલ્સમાં 90ના દાયકાનો વરઘોડાના વિડીયો છે. પહેલા લગ્નની જાન જાતી ત્યારે ગાડામાં જતી પરંતુ હવે સમય સાથે એ બધું ગયું પરંતુ તમામ રીતિ રિવાજો એવા જ છે. બદલાતા સમય સાથે એક લોકગીત યાદ આવે છે, એ ગીત અમે આપને જણાવીએ જેથી વરઘોડાના વિડીયો સાથે તમને તમારા જમાનાની યાદ આવી જશે. ( A folk song comes to mind with changing times )

જુઓ જુઓ જમાનો બદલાયો (૨) આજે ફેશનના વાયરા વાય… જમાનો બદલાયો પહેલા સીતારામ સીતારામ બોલતા હતા આજે બાય બાય ને હેલો બોલાય… જમાનો બદલાયો પહેલા બા અને બાપુજી કહેતા હતા હવે મમ્મી ને ડેડી બોલાય… જમાનો બદલાયો પહેલા શાક અને રોટલા ખાતા હતાહવે પિઝા ને બર્ગર ખવાય… જમાનો બદલાયો પહેલા દૂધ અને ઘી ખુબ ખાતા હતા આજે હોટેલમાં બોટલ પીવાય… જમાનો બદલાયો

પહેલા માતાજીના ભજન ગાતા હતા આજે ફિલ્મોના ગીતો ગવાય… જમાનો બદલાયો પહેલા રામાયણની કથા બહુ કરતા હતા
આજે પિક્ચર ને સીરીયલ જોવાય… જમાનો બદલાયો પહેલા પાન ને સોપારી ખાતા હતા આજે વિમલ ને ગુટખા ખવાય… જમાનો બદલાયો પહેલા નીચે બેસીને ભોજન કરતા હતા હવે લગનમાં ઉભા ઉભા ખાય… જમાનો બદલાયો પહેલા ચણીયો ને ચોળી પહેરતા હતા હવે જીન્સ ને ટીશર્ટ પહેરાય… જમાનો બદલાયો પહેલા ગાય ને ભેંશ બધા રાખતા હતા હવે કૂતરાને લાડ કરાય… જમાનો બદલાયો

 

View this post on Instagram

 

A post shared by Gujju Palanpuri (@gujju_palanpuri)

પહેલા સાસુજીની સેવા કરતા હતા હવે ઘરડા તે ઘરમાં મુકાય… જમાનો બદલાયો પહેલા સાસુજીનું વચન વહુ પાળતા હતા હવે સાસુને ખીજવાય જવાય… જમાનો બદલાયો જુઓ જુઓ જમાનો બદલાયો (૨) આજે ફેશનના વાયરા વાય… જમાનો બદલાયો. ખરેખર આ ગીત સાંભળીને તમને એ તો સમજાય જશે કે જમાનો કેટલો બદલાય ગયો છે. આ વાયરલ વિડીયો જોઈને 90ની દાયકાના લોકોને પોતાના કે સ્વજનોના લગ્નમાં માણેલ મોજ યાદ આવી જશે (Remembering the fun enjoyed at the wedding of relatives). એક વાત યાદ રાખજો કે બધું બદલાય જશે પણ માણસની મોજ ક્યારેય નહીં

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *