ભાવનગર આવો તો હિતેષભાઇની રોલ સેન્ડવીચ અવશ્ય ચાખજો ! 1983 છે આખા ગુજરાતમાં ફેમસ, ફક્ત આટલા રૂપિયામાં…

ગુજરાતી લોકો વેપારથી લઈને ખાણીપીણીના મામલામાં ઘણા પ્રખ્યાત હોય છે. આપણે અહીં દરેક લોકો નવા નવા ફૂડને ચાખવાના ખુબ રસિયા હોય છે, આ કારણને લીધે જ હાલ રાજ્યમાં તમે કોઈ પણ જિલ્લામાં જાવ તમને આખા દેશમાં પ્રખ્યાત તમામ વસ્તુઓ મળી રહેતી હોય છે. આજ આપણા ગુજરાતની ખાસ વાત છે કે આપણે જેવું જોવે તેવું ફૂડ મળી રહેતું હોય છે.

IMG 20230808 112915

આમારી આ વેબસાઈટના માધ્યમથી અમે અનેક વખત તમને અનેક એવી પ્રખ્યાત વાનગીઓ તથા અનેક દુકાનો વિશે વાત કરતા જ હોઈએ છીએ જે સુપ્રસિદ્ધ હોય છે. આજના આ લેખના માધ્યમથી અમે હિતેષભાઇની સેન્ડવીચ વિશે જણાવાના છીએ જે ભાવનગરમાં ખુબ પ્રખ્યાત છે. સેન્ડવીચ વિશે જો વાત કરવામાં આવે તો ફક્ત ભાવેણા વાસીઓ જ નહીં પરંતુ બહારથી આવતા લોકોને પણ આ સેન્ડવીચ ખુબ વધારે પસંદ આવે છે.

IMG 20230808 112927

વર્ષ 1983માં આ સેન્ડવીચની લારીની શરૂઆત કરવામાં આવી હતી, શરૂઆતથી લઈને અત્યાર સુધી આ સેન્ડવીચનું વેચાણ લારી દ્વારા જ ચાલી રહ્યું છે. તમે આમ તો મુખયત્વે સાદી સેન્ડવીચ કે ગ્રિલ્ડ સેન્ડવીચ તો ખાધી જ હશે પરંતુ અહીં હિતેષભાઇ એટલી જબરદસ્ત રોલ સેન્ડવીચ બનાવે છે કે તેનો ટેસ્ટ તમામ લોકોના દાઢે વળગ્યો છે. આ સેન્ડવીચમાં બીટ, ટમેટા, કાકડી, ખારી સીંગનો ભૂકો જેવી ચીજવસ્તુઓ નખાતા આ સેન્ડવીચ સ્વાસ્થ માટે પણ કારગત સાબિત થાય છે.

IMG 20230808 112939

હિતેષભાઇ 1983થી અહીં ધંધો કરે છે. અહીં વેજીટેબલ સેન્ડવીચ, ચોકલેટ સેન્ડવીચ જેવી અનેક વેરાયટીમાં સેન્ડવિચો ઉપલબ્ધ રહે છે. જો સૌથી વધારે કોઈ સેન્ડવીચ ખવાતી હોય તો તે છે રોલ સેન્ડવીચ. અમુક લોકોને તો હિતેષભાઇની સેન્ડવીચ ખાવાનો એટલો બધો ચસ્કો લાગી ગયો છે કે તેઓ રોજ અહીં ખાવા જાય છે. ખરેખર જો તમે ભાવનગરની મુલાકાતે હોવ અથવા તો ભાવનગરમાં જ વસવાટ કરતા હોવ તો એક વખત હિતેષભાઇની સેન્ડવીચ અવશ્ય ચાખજો.

IMG 20230808 113004

હિતેશભાઈની સેન્ડવીચની આ દુકાન બપોરના 5 વાગ્યાથી લઈને રાત્રીના 11 વાગ્યા સુધી ખુલ્લી રાખે છે, રવિવાર હોય કે સામાન્ય દિવસ દરેક દિવસે અહીં લોકોની ભીડ તો યથાવત જ રહેતી હોય છે.

IMG 20230808 113022

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *