હાલ દેશ વિદેશ મા ધુમ મચાવતી આ ગુજરાત સિંગર ને ઓળખી બતાવો ! ના ખબર પડે તો જુઓ વિડીઓ

સમયની સાથે બધું બદલાઈ જાય છે, એ વાત તો આપણે સૌ કોઈ જાણીએ છીએ. આજે અમે આપણે એક એવા કલાકાર વિશે વાત કરીશું જેનું સોશિયલ મીડિયામાં એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ વિડીયો બહુ જ સમય પહેલા નો છે. જ્યારે સંગીતની દુનિયામાં તેઓ પાપા પગલી કરી રહ્યા હતા. આ ગુજરાતી લોકપ્રિય ગાયિકા આજે દેશ વિદેશમાં ધૂમ મચાવી રહ્યા છે ચાલો અમે આપને જણાવીશું કે આખરે આ ગાયિકા કોણ છે.

આપણે જાણીએ છીએ કે આજે ઘણા એવા કલાકારો છે, જેમના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે, આ વિડિયો અને ફોટોઝ કલાકારો બાળપણના અને યુવાનીના હોય છે. ગુજરાતના લોકપ્રિય ગાયિકામાં એક વિડીયો સામે આવ્યો છે, આ ગાયિકાને જોઈને તમે ઓળખી જશો કે આખરે આ ગાયિકનું નામ શું છે. ખરેખર બાળપણમાં આ ગાયિકાએ ખૂબ જ સંઘર્ષ કરેલ અને આજે તે દેશ વિદેશમાં ધૂમ મચાવે છે. ચાલો અમે આપને જણાવીએ કે આખરે આ ગાયિકા કોણ છે?

તમને જણાવી દઈએ કે આ ગાયિકા કલાકાર કિંજલ દવે છે. કિંજલ દવે એક પોતાના સુરીલા અવાજે ” ઝીણા ઝીણા મોતી વેરાણા ચોકમાં રે ” ગરબા ગાઈ રહ્યા છે. કિંજલ દવે એ તરુણ વયમાં જ ખૂબ જ સારી રીતે ગરબા ગાઈ રહ્યા છે, આ અવાજ આજે પણ એવો જ અકબંધ છે. કિંજલ દવેને સંગીતની પ્રેરણા તેના કુટુંબમાંથી મળતી રહી છે. કિંજલે માત્ર 7 વર્ષની ઉંમરથી ગાવાનું શરૂ કર્યું હતું. તે નાનપણમાં નવરાત્રીના સમયે ગરબા ગાતી હતી. તેના પિતાને ગીત લખવાનો શોખ હતો અને તેમના તરફથી પ્રોત્સાહન મળતું હતું.

કિંજલ દવેપિતા અને મનુ રબારીના પ્રયત્નોથી કિંજલને વર્ષ 2016માં લગ્નગીત આલ્મબ ‘જોનડિયો’માં ગાવાનો મોકો મળ્યો, જે સુપરહીટ થયું અને અહીંયાથી સંગીતની દુનિયામાં તેનો સિતારો ચમક્યો. તેને ખરી લોકપ્રિયતા ‘ચાર ચાર બગંડીવાળી ગાડી’થી મળી હતી. 2019માં રીલિઝ થયેલુ આ ગીત ગુજરાતભરમાં લોકપ્રિય થયુ અને કિંજલ દવે એક ફેમસ સિંગર તરીકે ઓળખાણ મળી અને આજે કિંજલ દવે ગુજરાતની લોકપ્રિય ગાયિકા છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *