કેનેડાથી આવ્યો ભોળાદધામ પત્ર! 20 વર્ષના યુવકે દાનભા બાપુને કરી આવી પ્રાર્થના…વાંચો પત્રમાં શું લખ્યું

સુરાપુરા ધામ આસ્થાનું પરમ ધામ છે, દરરોજ હજારોની સંખ્યાઓમાં સુરાપુરા બાપાના દર્શનાર્થે પધારે છે. માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશ વિદેશના ભક્તો પણ ભોળાદ ધામમાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક પત્ર વાયરલ થયો છે, આ પત્ર કેનેડાથી એક દાદાના છોરું એ મોકલાવ્યો છે. ચાલો અમે આપને વિગતવાર માહિતી જણાવીએ કે આખરે આ દાદાના છોરુંએ આ પત્રમાં શું લખ્યું છે.

આ પત્ર કેનેડાથી એક દાદાના છોરુંએ લખ્યો છે, પત્રની શરૂઆતમાં લખ્યું છે કે રાજાજી દાદા અને તેજાજી દાદાના ચરણોમાં વંદન. જય માતાજી દાનભા બાપુ. બાપુ હાલ હું ઠાકર અને માતાજી ની કૃપા થી કેનેડામાં રહું છું. બાપુ આજે સુરાપુરા દાદાના આશીર્વાદ થી દેશ-વિદેશમાં જેમના ગુણગાન ગવાય છે. એવા શૂરવીર રાજાજી – તેજાજી દાદાના દરબારમાં રસોડામાં સેવા કરવાનો લાભ મળ્યો.

બાપુ માટે મારી માટે કે મારા પરિવાર માટે કાંઈ માંગવુ નથી. કેમ કે ઠાકર અને માતાનુ એ ઘણું આપી દીધું છે,એમાં હું સુખી છું. બાપુ અત્યારે નાની ઉંમરમાં જે હાર્ટ એટેકના બનાવો બને છે. જેના લીધે ઘણા બાળકો માતા-પિતાની છત્રછાયા ગુમાવે છે. ઘણી સ્ત્રીઓ વિધવા પણ થાય છે. ઘણા લોકો પોતાના વ્હાલસોયા પરિવારજનો ગુમાવે છે.

બાપૂ મારી દાદાના ચરણોમાં એક જ પ્રાર્થના છે કે હાર્ટ એટેકના ગંભીર બનાવો બેન છે તે ઓછા થાય અને દાદા સૌની રક્ષા કરે. બાપુ જ્યારે પણ ભારત આવીશ ત્યારે ભોળાદ ધામના સાનિધ્યમાં રૂબરૂ સેવા કરવા જરૂર આવીશ. જય માતાજી. લી દાદા છોરું, ઉંમર વર્ષ 20. આ પત્ર માત્ર 20 વર્ષની ઉંમરણ એક યુવકે લખ્યો છે અને દાદાના ચરણોમાં માત્ર પોતાના સ્વાર્થ માટે કંઈ જ નથી માગ્યું અને તેને માગ્યું એ પણ સૌના જીવનની રક્ષાની માંગણી કરી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *