પાકિસ્તાન પહોંચેલી અંજુ નો બુરખામાં ડિનર કરતો વિડીયો થયો વાઈરલ , જેમાં નસરુલ્લાના મિત્રો સાથે અંજુ જોવા મળી હતી, જુઓ આ વિડીયો……

ભારતની અંજુ પાકિસ્તાન જતી અને ત્યાં તેના કથિત મિત્ર નસરુલ્લાને મળવાની વાત આજે પણ મીડિયાની હેડલાઈન્સમાં છે. બંનેને લગતી દરરોજ નવી માહિતી સામે આવે છે અને ક્યારેક કોઈ વીડિયો સનસનાટી મચાવે છે. અત્યારે અંજુનો એક નવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આમાં તે નસરુલ્લાહ અને તેના મિત્રો સાથે ડિનર કરતી જોવા મળે છે. આશ્ચર્યની વાત એ છે કે આ વીડિયોમાં અંજુ બુરખામાં જોવા મળી રહી છે. આ વીડિયો એક પત્રકારે ટ્વિટર પર પણ શેર કર્યો છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે ભારતથી પાકિસ્તાન ગયેલી અંજુ હવે મુસ્લિમ બની ગઈ છે અને તેણે ઈસ્લામ પણ સ્વીકારી લીધો છે. અંજુએ નસરુલ્લા સાથે લગ્ન કર્યા છે.

જે વીડિયોમાં બતાવવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા 15 સેકન્ડના વીડિયોમાં જોવા મળે છે કે નસરુલ્લા ડિનર ટેબલની મધ્યમાં બેઠો છે. અંજુ પણ તેની બાજુમાં બેઠી છે. જોકે તેણે બુરખો પહેર્યો છે. આ સિવાય મિત્રો પણ નસરુલ્લા સાથે ડિનર કરી રહ્યા છે. મિત્રો સાથે ડિનર કરી રહ્યા હતા ત્યારે રૂમમાં હાજર અન્ય વ્યક્તિએ નસરુલ્લા અને અંજુને કેમેરામાં કેદ કરી લીધા હતા અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધા હતા. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરવાના ઈરાદાથી બનાવવામાં આવ્યો હતો.

પાકિસ્તાન જઈને પોતાના ફેસબુક ફ્રેન્ડ સાથે લગ્ન કરનાર અંજુનું ગ્વાલિયર સાથે કનેક્શન છે. અંજુના આ પગલાથી આખો પરિવાર દુખી છે અને ગુસ્સે પણ છે. તેના પિતા ગયા પ્રસાદ કહે છે કે તે તેના માટે મરી ગઈ છે. અંજુનો પરિવાર ગ્વાલિયર નજીક ટેકનપુર બીએસએફ એકેડમી પાસેના બોના ગામનો રહેવાસી છે. તેના પિતા અને પરિવારના સભ્યો અહીં રહે છે.

જેવી અંજુએ પાકિસ્તાનમાં તેના ફેસબુક ફ્રેન્ડ સાથે લગ્ન કર્યાના સમાચાર સામે આવ્યા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, ત્યારથી અંજુના સંબંધીઓ ચર્ચામાં છે. અંજુના પિતા ગયા પ્રસાદે જણાવ્યું કે, ‘અંજુને 14 વર્ષની દીકરી અને છ વર્ષનો દીકરો છે, હવે તેનું ધ્યાન કોણ રાખશે. જો અંજુએ આવું પગલું ભરવું જ હતું તો પહેલા તેણે તેના પતિને છૂટાછેડા આપવા જોઈએ અને પરિવારના સભ્યોને પણ જણાવવું જોઈતું હતું. તેના લગ્ન લગભગ 20 વર્ષ પહેલા થયા હતા.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *