જામનગરમાં દીનદહાડે યુવકની હત્યા થઇ!! હત્યાનું કારણ એવુ સામે આવ્યું કે સૌ કોઈ દંગ.. સામાન્ય મારામારી હત્યામાં…

હત્યાના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે, ત્યારે જામનગર શહેરમાં પણ હત્યાનો બનાવ સામે આવ્યો છે. આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ. દિવ્યભાસ્કરના અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું છે કે, નાગેશ્વર વિસ્તારમાં મફ્તમાં પાન ખાવા જેવી નજીવી બાબતે પાનના દુકાનદાર પર 3 શખ્સોએ હુમલો કરતા એવો બનાવ બન્યો છે, જાણીને તમારું પણ કાળજું કંપી જશે.

આ ઘટના અંગે ચોંકાવનારી માહિતી સામે આવી છે કે, મનસુખભાઈ ધાપાની દુકાને હિતેશ ઉર્ફે ટકો નામનો શખસ અવારનવાર મફત પાન માંગીને માથાકૂટ કરતો હતો. બે મહિના પહેલા આ બાબતે સમાધાન થઈ ગયું હતું છતાં પણ ફરી એ લખણ શરૂ કર્યા.

સોમવારે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ હિતેશ ઉર્ફે ટકો, રાહુલ અને અજય નામના ત્રણ શખસો આવ્યા અને મનસુખભાઈ પર હુમલો કરી દીધો હતો, જેથી મનસુખભાઈની પુત્રી અને દીકરો સંજય પણ દોડી આવ્યા હતા. આરોપીઓએ તેમને પણ માર માર્યો હતો અને સંજયને છરી ઝીંકી દેતા ગંભીર ઇજા થઈ હતી.

યોગ્ય સારવાર મળે તે પહેલા જ યુવકને તબીબે મૃત જાહેર કર્યો હતો. હત્યાના આ બનાવથી પોલીસમાં પણ દોડધામ મચી ગઈ હતી. હત્યાની ઘટના સીસી ટીવીમાં કેદ થયેલ. જેથી પોલીસે ઘટના બાદ દુકાનનું ડીવીઆર કબજે કર્યું છે. જેનાથી આરોપીઓની ઓળખ થઈ શકશે. હાલમાં આ સમગ્ર બનાવ અંગે પોલીસે યોગ્ય તપાસ હાથ ધરી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *