વિવાહ ફિલ્મ પણ ટૂંકી પડે ! સગાઈ બાદ રિનલ બાએ બંને પગ ગુમાવતા સગાઈ તૂટવાને આરે આવી પણ મહાવીરસિંહ એવો નિર્ણય લીધો, કે સૌ કોઈનું દિલ જીતી લીધું…

આ જગતમાં પ્રેમની પરિભાષા તો ભાગ્યે જ કોઈ સમજી શકે છે. આજે અમે આપને એક એવી પ્રેમ કહાની વિશે જણાવીશું કે તમને એમ લાગશે કે આ જગતમાં માત્ર પ્રેમ કહાનીઓ ફિલ્મ જ નથી હોતી પરતું હકીકતમાં પણ બને છે. હાલમાં સોશીયલ મીડિયામાં મહાવીરસિંહ અને રિનલબાની પ્રેમ કહાની ચર્ચાનો વિષય બન્યો છે. આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી અમે આપણે જણાવીએ.

images 26

વિવાહ ફિલ્મ પણ ટૂંકી પડે ! સગાઈ બાદ રિનલ બાએ બંને પગ ગુમાવતા સગાઈ તૂટવાને આરે આવી પણ મહાવીરસિંહ એવો નિર્ણય લીધો, કે સૌ કોઈનું દિલ જીતી લીધું. ચાલો અમે આપને જણાવીએ કે આખરે એવું તે શું બન્યું કે સૌ કોઈ મહાવીરસિંહની વાહ વાહ કરી રહ્યા છે. પાટણના હારીજના કુકરાણા ગામના વાઘેલા મહાવીરસિહની અમદાવાદના બામરોલી ગામના ઝાલા પરિવારની દીકરી રીનલબા ઝાલા સાથે બે વર્ષ પહેલા સગાઈ હતી.

images 25

વિધાતા ક્યારે કયો ખેલ રચે એ કોઈ નથી જાણતું. સગાઈના બે મહિના બાદ આ યુવતી ખેતરના એક વૃક્ષ પરથી નીચે પડી ગઈ હતી. જેથી આ અકસ્માતમાં તેની કમરનું હાટકુ ભાગી ગયું હતું જેના કારણે બંને પગથી દિવ્યાંગ થઈ ગયેલ. યુવતી બે વર્ષથી પથારીવશમાં રહે છે. હવે આવી પરિસ્થિતિમાં કયો પરિવાર અને યુવક આ આવી યુવતીને સ્વીકારે?

images 27

જેવું દરેક સંબંધમાં બને છે, એવી જ રીતે સમાજના વડીલો એ આ યુવક-યુવતીની સગાઈ તોડી નાખવાનો નિર્ણય લીધો હતો. જેના કારણે યુવતી ભાંગી પડી હતી. દિવ્યાંગ યુવતી સાથે લગ્ન ન કરવાં યુવકને સમજાવતા હતા, પરંતુ યુવકે બન્ને પરિવારની વાત માની ન હતી. યુવતીને હાથોમાં ઉઠાવી કોર્ટમાં લઇ જઈ તેની સાથે લગ્ન કરી લીધા હતા.

images 28

અકસ્માતમાં બંને પગ ગુમાવનાર દિવ્યાંગ યુવતીને આ યુવકે પોતાની જીવન સાથી બનાવી અને કાયમ માટે તેનો સાથ આપવાનો નિર્ણય કર્યો હતો. યુવકે જણાવ્યું કે, મારી સગાઈ થઈ ત્યારે યુવતી સંપૂર્ણરીતે સ્વચ્છ હતી. પરંતુ ત્યારબાદ અકસ્માતમાં તેણીએ બંને પગ ગુમાવી દીધા હતા તેમાં તેનો કઈ પણ દોષ છે નહી, હું તેની સાથે લગ્ન કરી ખુશ છું અને જિંદગીભર સાથ નિભાવીશ.

images 29

આ યુવકે પરિવારની સામે જઈને પણ કોર્ટમાં લગ્ન કર્યા અને મહાવીરસિંહએ રિવાબાને તેડીને સાત ફેરા ફરીને અગ્નિની સાક્ષીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા અને યુવકના માતાપિતા પણ આ લગ્નથી હવે ખુશ છે. વીવાહ ફિલ્મમાં તો માત્ર કાલ્પનિક ઘટના બને છે પરંતુ આ સત્ય ઘટના આજના સમાજને એક નવુ ઉદારણ પૂરું પાડે છે. ખરેખર ખરો પ્રેમ માત્ર રૂપરંગમાં કે શરીર સાથે નથી હોતો પરંતુ પ્રેમ તો લાગણીથી બંધાઈ છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *