અમદાવાદમાં જૈન સમુદાયની દીકરીએ નાની વયે સંસારનો મોહ છોડી લીધી દીક્ષા, 2 વર્ષ પેલા જ નક્કી કર્યું હતું કે દીક્ષા લેશે….

હાલમાં જૈન દીક્ષાના અનેક શુભદાયી ઘટના સામે આવતી હોય છે, હાલમાં જ સંસારનો મોહ છોડીને અમદાવાદના શ્રીપાલભાઈ અને મિતલબેનની દીકરી ભવ્યાકુમારીએ પોતાના મોટા ભાઈ-બહેને સંયમ જીવન અંગીકાર કર્યો
હતો તેમના પગલે પગલે આજે ભવ્યાકુમારીએ પણ દીક્ષા ગ્રહણ કરી હતી.

જૈન દીક્ષાના ભાગરૂપે ખૂબ જ ભવ્ય અને જાજરમાન ભવ્ય વર્ષીદાનનો વરઘોડો નીકળ્યો હતો અને બેઠું વર્ષીદાન આપવામાં આવ્યું હતું. આજે સવારે પણ દીક્ષાર્થીને ખુલ્લી જીપમાં છેલ્લી સંસારી સફર કરાવી હતી. આ ભવ્ય વરઘોડામાં તમામ સ્વજનો હાજર રહ્યા હતા.

આ દિવ્ય દીક્ષા સમારોહમાં જે સાધુ સાધ્વીજી ભગવંતો પોતાની પાસે જે ઉપકરણો રાખે તેની રૂપીયાની ઉંચી બોલીઓ બોલી ભાવીભક્તોએ લાભ લીધેલ. ખરેખર આ દીક્ષા સમારોહ દરેક વ્યક્તિને એક સંદેશ આપે છે કે, જીવનમાં સંસારનો મોહ છોડવો અશક્ય છે પણ વ્યક્તિ પ્રભુમાં પોતાનું જીવન સમર્પિત કરી દે તો જીવન ધન્ય બની જાય છે, ખરેખર આ એક દિવ્ય પળ કહેવાય જ્યારે વ્યક્તિ સંયમ માર્ગે આગળ વધે છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *