કોણ છે આ વામન કદની મહિલા??? ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીજી એ કર્યા ચરણ સ્પર્શ, મહિલા વિશે જાણી તમે વખાણ કરી થાકશો… જાણો

જે વ્યક્તિ પોતાની ખામીને ભૂલીને આત્મવિશ્વાસ સાથે આગળ વધે છે એ વ્યક્તિ ખામી પણ એક દિવસ જગત જોતું નથી. આજે આપણે એક એવા મહિલા વિશે વાત કરીશું જેની ઊંચાઈ ભલે ઓછી છે પણ તેમને પોતાની ઓળખ એટલી ઊંચી બનાવી છે કે, ભારતના વડા પ્રધાન પણ તેમના ચરણ સ્પર્શ કરે.

shikharastogibjpvaranasi 1639654551

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી કાશી ધામ ગયા ત્યારે તેઓ સોશિયલ મીડિયામાં તેઓ ખૂબ જ ચર્ચાનો વિષય બન્યા. આમ પણ કહેવાય છે ને કે, મોદીજી ની લોકપ્રિયતા એટલી છે કે તેઓ પોતાના વ્યક્તિત્વ થી પ્રજાજનોમાં પોતાનું સ્થાન બનાવી લે છે. ત્યારે આ પ્રવાસ દરમિયાન તેમની એક તસ્વીએ વાયરલ થયેલ જેમાં તેમને વામનકદ મહીલાનાં ચરણ સ્પર્શ કર્યા.

1352047 FEATUREIMG 20220425 WA0002 resize 85 300x169 1

આ જોઈને કોઈને પણ પ્રશ્ન થાય કે, આખરે આ મહિલા કોણ છે જેને પી.એમ મોદી એ પણ અનોખુ માન સન્માન આપ્યું. આ તસવીરની દેશભરમાં ચર્ચા થઈ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ત્રીને જે રીતે માન આપ્યું, તેના પણ ભરપૂર વખાણ થયા. આ તસવીર વાયરલ થઈ ત્યારે એવી વાતો સામે આવી કે, વામનકદનાં મહિલા એ આઈ.એ.એસ ઓફિસર આરતી ડોગરા છે જેણે કાશી કોરીડોરમાં મહત્વની જવાબદારી સંભાળી હતી.

shikha sixteen nine 300x169 1
સ્વયં દેશના વડા પ્રધાન જેને ચરણ સ્પર્શ કર્યા એ મહિલા
હકીકતે એ દસ ધોરણ પાસ શિખા રસ્તોગી છે અને તે વારાણસી ભાજપની મહિલા શાખામાં ઘણા સમયથી સક્રિય છે. શિખા આત્મનિર્ભર બની શકે તે માટે વડાપ્રધાને કાશી કોરીડોરમાં તેને એક દુકાન અપાવી છે. શિખા જ્યારે આ બાબતે વડાપ્રધાનનો આભાર માનીને ચરણ સ્પર્શ કરવા ગચાં ત્યારે વડાપ્રધાન મોદીએ પણ તેના ચરણ સ્પર્શ કર્યા હતા.

shikharastogibjpvaranasi 1639654551 1

40 વર્ષનાં શિખા દસ ધોરણ પાસ છે અને દિવ્યાંગ લોકોની શિબિર કરીને તેને પ્રોત્સાહન આપે છે. શિખાના જન્મ પછી તેનાં હાડકાંનો વિસ્તાર નથી થયો એટલે તેનું કદ વામન રહ્યું છે. તે દસ ધોરણ પાસ છે અને વારાણસીમાં ભાજપની મહિલા શાખા સાથે જોડાયેલાં છે. શિખાને ડાન્સનો જબરો શોખ છે, તે ડાન્સ શિખવે પણ છે. એક સમયે ટીકટોક પર તેમણે ધૂમ મચાવી હતી.

નરેન્દ્ર મોદીએ તેમની સાથે વાતચીત કરી હતી અને કહ્યું હતું કે, તમે આત્મનિર્ભર બની શકો એટલે કોરિડોરમાં એક દુકાન અપાવી છે, મેં આ માટે સૂચના આપી છે. આ વાત સાંભળતાં જ શિખાની આંખમાં આંસૂ આવી ગયાં હતાં અને તેમણે વડાપ્રધાનના ચરણ સ્પર્શ કરવા પ્રયાસ કર્યો હતો, ત્યારે જ નરેન્દ્ર મોદીએ તેને આમ કરતાં રોક્યાં હતા અને પોતે એ વામનકદ મહિલાના ચરણ સ્પર્શ કરીને મહાનતા બતાવી હતી.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *