આંબાલાલ પટેલ ચોમાસાને લઈને કરી મહત્વની આગાહી! ક્યારે બેસશે અને કેવું રહેશે ચોમાસું…
આજના યુગમાં માણસ દરેક જગ્યાએ આગળ નીકળી ગયો છે અને વિજ્ઞાન અને પોતાની આવડત દ્વારા અશક્ય કાર્યને શક્ય કરી રહ્યો છે. માત્ર ઋતુચક્ર અને હવા પાણીનું સજર્ન કરવામાં આગળ નથી શીખ્યા. જે દિવસે કુદરતની આ કરામતને માનવી શીખી લીધી ત્યારે બધું જ બદલાઈ જશે. હાલમાં જ્યારે કાળઝાળ ઉનાળો ચાલી રહ્યો છે, ત્યારે સૌ કોઈ ગરમીથઈ પરેશાન થઈ ગયું છે.
હજુ સુધી તો કોઈ કેરી પણ નથી ખાધીને લોકો ગરમીથી પરેશાન થઈ ગયા છે. ત્યારે એક ખુશ ખબર સામે આવી છે. હવામાન વિભાગ દ્વારા જાણવા મળ્યું છે કે, ચોમાસુ ટૂંક સમયમાં બેસી જશે અને આ વર્ષે ચોમાસુ કેવું રહેશે એ અંગે પણ જાહેર વિશે આપણે વધારે માહિતી જાણીશું. હાલમાં જ . ભારે પવન અને સામાન્ય વરસાદ થાય છે તેના કારણે ખેડૂતોની ચિંતા વધી છે પરંતુ ચોમાસુક્યારે શરૂ થશે અને કેવું રહેશે તેની જગતનો તાત રાહ જોઈ રહ્યો છે.
હાલમાં વાતાવરણને જોઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, ચોમાસુ શરૂઆતમાં સારું રહેશે. 11 મેથી 17 મે વચ્ચે આંધીનું પ્રમાણ વધશે. સાથે જ સૌરાષ્ટ્રના ભાગો ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને દરિયા કિનારાના કેટલાક ભાગોમાં વરસાદ પડશે.જેને પ્રી મોન્સૂન એક્ટિવિટી ગણી શકાય.
તા.18 મેથી 5 જૂન વચ્ચે અરબી સમુદ્રમાં હવામાનમાં પલટો આવશે. સાથે જ વાવાઝોડું પણ સક્રિય થવાનું અનુમાન
15 જૂન આસપાસ કેટલાક ભાગોમાં વરસાદ થવાની શકયતા છે. કેટલાક ભાગોમાં સારો વરસાદ પણ થઈ શકે છે. આ વર્ષનું ચોમાસુ 15 જૂનની આસપાસ શરૂ થવાનું અનુમાન છે. શરૂઆતનું ચોમાસુ સારું રહેશે. પરંતુ મેં મહિનામાં આંધીનું પ્રમાણ વધુ રહેશે. જેના કારણે બાગાયતી પાકને નુકસાન થવાની શકયતા છે. ખરેખર અત્યાર સુધી આંબાલાલ પટેલની કોઈપણ આગાહી ખોટી નથી પડી.