અંબાણી પરિવાર પણ જેને ગુરુ માને છે એવા શ્રી રમેશભાઈ ઓઝા એ બગદાણાના અન્નક્ષેત્ર વિશે એટલી સુંદર વાત કહી કે તમે “વાહ વાહ…

આપણે સૌ કોઈ જાણીએ છે કે, સૌરાષ્ટ્રની ધરા સાધુ સંતોની ભૂમિ છે, આ પાવન ધરા પર બજરંગ દાસ બાપુ જેવા મહાન સંત થઈ ગયા, તેમના નામ થકી આજે જગત આખું સિતારામ નામનો મહામંત્ર જપે છે. જેની બંડીમાંથી હમેશાં પોતાના ભક્તોના દુઃખદ દૂર કર્યા છે, સદાય ભાવિ ભક્તોને પોતાના આશ્રમમાં સદાવ્રત ચલાવ્યું છે. આજે પણ બગદાણા ધામ ખાતે અન્નક્ષેત્ર ચાલુ છે. હાલમાં જ ગુરુ આશ્રમ બગદાણા સંચાલિત બાપા સીતારામ અન્નક્ષેત્ર 29 જાન્યુઆરીથી અયોધ્યામાં શરૂ કરી દેવામાં આવ્યું છે. જેથી હવે અયોધ્યામાં પણ હરિહરની હાંકલ બોલી રહી છે. આ આશ્રમમાં સવારે, બપોરે અને સાંજે ભોજન પ્રસાદ આપવામાં આવશે. ખરેખર બજરંગ દાસ બાપુની કૃપાદ્રષ્ટિના કારણે આજે પણ આ અન્નક્ષેત્ર ચાલુ છે.

હાલમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે, આ વિડીયોમાં તમે જોઈ શકશો કે કથાકાર શ્રીરમેશભાઈ ઓઝા ‘ ભાઈશ્રી ‘ એ પરમ પૂજ્ય શ્રી બજરંગદાસ બાપુ અને બગદાણા ખાતે ચાલી રહેલ અન્નક્ષેત્ર વિષે વ્યાસપીઠ પરથી ખાસ વાત કહી છે. ભાઈશ્રીએ જે પણ કંઈ કહ્યું છે તે ખરેખર સો ટકા સાચી વાત છે. કારણ કે અનેક વરસો બાદ પણ બગદાણા ધામમાં અન્નક્ષેત્રની જ્યોત પ્રજ્વલિત છે, જેના પ્રતાપે બગદાણા ધામે આવનાર સૌ ભાવિ ભક્તોના મનની ઈચ્છાઓ પરિપૂર્ણ થાય છે..

 

View this post on Instagram

 

A post shared by Jay Shree (@sadguru_ni_krupa)

ચાલો અમે આપને જણાવીએ કે, ભાઈશ્રીએ વ્યાસપીઠ પરથી બજરંગદાશ બાપુ વિષે શું કહ્યુ. વાયરલ વિડીયોમાં જોઈ ભાઈશ્રી બોલે છે કે, ભાવનગરમાં બગદાણા ધામની જગ્યા છે, જ્યાં અવધૂત સાધુ પુરુષ થઇ ગયા, બજરંગદાસ બાપુ. જયારે પણ તમે બગદાણા ધામ જાઓ, મને એવું લાગે છ કે હું દાવો નથી કરતો પણ બગદાણા ધામ 24 કલાક અન્નક્ષેત્ર ચાલે છે, રાત્રે દોઢ વાગ્યે પણ કોઈ જાય તો તેમને ભોજન પ્રસાદ કે ચા-કોફી જરૂર મળે છે. હાલાં આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, નીચે આપેલ લિંક દ્વારા તમે આ વિડીયો જોઈ શકો છો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *