જામનગરમાં યોજાનારા અનંત અંબાણી પ્રિ-વેડિંગ ફંક્શનમાં આ અબજોપતીને મળ્યું આમંત્રણ!! બિલ ગેટ્સ, ઝકરબર્ગ… જાણો બીજા કોને મળ્યું

જામનગર ખાતે અંબાણી પરિવારના ઘરે લગ્નની ધામધૂમથી તૈયારીઓ થઇ છે, આ પ્રિ વેડિંગ સેરેમની 1 થી 3 માર્ચ સુધી યોજાશે, ભવ્ય અને જાજરમાન રીતે આ પ્રિ વેડિંગ યોજાશે અને સૌથી ખાસ વાત એ છે કે આ જાજમાન લગ્નમાં દેશ વિદેશના મહાનુભાવો પધારવાના છે, આ મહેમાન કોણ કોણ છે? તે અંગે અમે આપને વિગતવાર માહિતી આપીએ. હાલમાં જ્યાં જુઓ ત્યાં માત્ર અંબાણી પરિવારના આ લગ્ન સમારોહની ચર્ચાઓ થઇ રહી છે. આ લગ્નમાં આમંત્રિત મહેમાનો ખુબ જ ખાસ છે, ચાલો અમે આપને જણાવીએ કે આખરે આ મહેમાનોની લિસ્ટમાં કોણ કોણ સામેલ છે?

ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું છે કે, આ લગ્ન સમારોહમાં કોને કોને આમંત્રિત કરવામાં આવ્યા છે.

બિલ ગેટ્સ – માઈક્રોસોફ્ટના સ્થાપક
> માર્ક ઝકરબર્ગ – મેટા સીઈઓ
> લેરી ફિંક – બ્લેકરોક સીઈઓ
> સ્ટીફન શ્વાર્ઝમેન – બ્લેકસ્ટોન ચેરમેન
> બોબ ઇગર – ડિઝની સીઇઓ
> ઇવાન્કા ટ્રમ્પ
> ટેડ પિક – મોર્ગન સ્ટેન્લી સીઇઓ
> બ્રાયન થોમસ મોયનિહાન – બેંક ઓફ અમેરિકાના ચેરમેન
> મોહમ્મદ. બિન અબ્દુલરહમાન બિન જાસિમ અલ થાની | કતાર પ્રીમિયર
> સુલતાન અહેમદ અલ જાબેર એડનોક સીઈઓ
> લિન ફોરેસ્ટર ડી રોથચાઇલ્ડ EL રોથચાઇલ્ડ ખુરશી
> શાંતનુ નારાયણ એડોબ સીઈઓ
> ભૂટાનના રાજા અને રાણી, યુરી મિલ્નર

આ તમામ મહેમાનો જામનગર ખાતે આયોજિત જાજરમાન લગ્ન સમારોહમાં પધારશે. ખરેખર અંબાણી પરિવારમાં આયોજિત લગ્ન અતિ ભવ્ય અને આલીશાન હોય છે. સૌથી ખાસ વાત એ છે કે આ લગ્નમાં આમંત્રિત મહેમાનોને બાંધણી અને મહારાષ્ટ્રની ડિઝાઇન દ્વારા બનેલ એક દુપટ્ટો ગિફ્ટમાં આપવામાં આવશે, જે કચ્છની મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. સૌથી ખાસ વાત એ છે કે અંબાણી પરિવારે આ લગ્નમાં લોકલ ફોર વોકલને વધુ પ્રમોટ કર્યું છે.

રાધિકા મર્ચન્ટ મુકેશ અંબાણીના નજીકના મિત્ર વીરેન મર્ચન્ટની દીકરી છે, વીરેન મર્ચન્ટ એનકૉર હેલ્થકેરના સીઇઓ છે. રાધિક મર્ચન્ટના માતાનુ નામ શાઇલા મર્ચન્ટ છે.રાધિકા મર્ચન્ટએ ઇકોનૉમિક્સમાં બેચલર્સની ડિગ્રી પુરી કરી ચૂકી છે તેમજ તે ક્લાસિકલ ડાન્સર પણ છે. રાધિકા મર્ચન્ટ હવે અંબાણી પરિવારની સૌથી નાનીપુત્રવધુ છે. તમને જણાવી દઈએ કે અનંત અને રાધિકાના ભવ્ય લગ્ન 12 જુલાઈએ મુંબઈમાં થવાના છે. હલામાં જામનગર ખાતે પ્રી વેડિંગ યોજાય રહ્યું છે, જો પ્રી પ્રી વેડિંગ આટલું શાનદાર અને ભવ્ય રીતે થઈ રહ્યું છે તો વિચાર કરો કે લગ્ન કેવા હશે?

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *