પોલીસ બેડામાં શોક! સુરતના હેડ કોન્સ્ટેબલનું થયું મોત, મોદીજીના બંદોબસ્તમાંથી પરત આવત બની આ દુઃખદ ઘટના, જાણો વિગતે

ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી વિકાસકાર્યના ખાતમુહૂર્ત માટે ઉદ્ઘાટન માટે ગુજરાતના પ્રવાસે આવ્યા છે, ત્યારે અનેક પોલીસ જવાનો તેમની સુરક્ષામાં તૈનાત કરવામાં આવ્યા છે. હાલમાં જ એક દુઃખદ ઘટના સામે આવી છે. ન્યુઝ દ્વારા જાણવા મળ્યું છે કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના બંદોબસ્ત પરત ફરી રહેલા પોલીસ કોન્સ્ટેબલનું મોત નીપજ્યું. અચાકન આ મોત કઈ રીતે થયું તે અંગે અમે આપને વિગતવાર માહિતી આ બ્લોગના માધ્યમથી જણાવીએ કે આખરે કઈ દુઃખદ ઘટના બની જેના કારણે કોન્સ્ટેબલનું મોત થયું.

પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, તાપી જિલ્લાના કાકરાપાડામાં આ દુઃખદ બનાવ બનતા પોલીસબેડામાં દુઃખદ માહોલ છવાઈ ગયો છે. મૃતક કોન્સ્ટેબલ વિષે માહિતી જાણીએ તો તેઓ તેમનું નામ સેતુલ ચોધરી છે,જેઓ સુરત શહેર પોલીસ હેડ ક્વાર્ટર માં ફરજ બજાવતા હતા. તાપી જિલ્લાના કાકરાપાડામાં પ્રધામંત્રી નરેન્દ્ર મોદીજીના આયોજિત કાર્યક્રમ અર્થે સેતુલ ચોધરી કાકરાપાડામાં બંદોબસ્તમાં હતા,

કાર્યક્રમ પૂર્ણ થયા બાદ કોન્સ્ટેબલ સેતુલ ચોધરી બાઈક પર સુરત પરત આવી રહ્યા હતા પરંતુ વિધિના એવા તે કેવા લેખ કે, અચાનક જ એક અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતાં ગંભીર ઈજાઓ થઇ હતી અને આ કારણે તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ પરંતું ટૂંકી સારવાર બાદ જ તેમનું મુત્યુ થયું.

આ દુઃખદ ઘટનાને કારણે સ્થાનિક પોલીસનો કાફલો હોસ્પિટલ તેમજ ઘટના સ્થળ પર પહોંચી અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી અજાણ્યા વાહન ચાલકની શોધખોડ શરૂ કરી છે. આ દદુઃખ ઘટનાને કારણે પરિવારમાં દુઃખનો માહોલ છવાઈ ગયો છે, કારણ કે સુધીર પરિવારના એકના એક દીકરા હતા. તેમની અણધારી વિદાયથી પરિવારને ભારે આઘાત પડ્યો છે. આ ઘટના દરેક માટે ચેતવણી અને સાવેચતી સમાન છે. વાહન ધીરે ચલાવો અને રસ્તાઓ પર ખાસ ધ્યાન રાખવું જોઈએ.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *