વિદેશમાં ગયો વધુ એક ગુજરાતીનો જીવ!! સુરતના યુવકએ રશિયા-યુક્રેન યુદ્ધમાં પોતાનો જીવ ગુમાવ્યો… જાણો શું બની ઘટના?

વિદેશની ધરતી પર ગુજરાતીઓના મોતના અનેક બનાવો સામે આવતા હોય છે, ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે. આ ઘટના ખૂબ જ દુઃખદ છે. ચાલો અમે આપને આ બનાવ અંગે વધુ વિગતવાર માહિતી આપીએ કે આખરે કઈ રીતે એક યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે. વીટીવી અહેવાલ અનુસાર જાણવા મળ્યું છે કે, યુક્રેન દ્વારા રશિયાની આર્મી પર કરવામાં આવેલ એરસ્ટ્રાઈક તથા ડ્રોન અટેકમાં ગુજરાતનાં 23 વર્ષીય યુવાન હેમિલ માંગુકિયાનું દુઃખદ નિધન થયું છે, આ દુઃખદ બનાવના પગલે પરિવારમાં ભારે શોકની લાગણી છવાઈ ગઈ છે. આ યુવાનનું મોત યુદ્ધમાં કઈ રીતે થયું તે અંગે વિગતવાર માહિતી જાણીએ.

સુરત શહેરનો હેમિલ વર્ષ 2023ના ડિસેમ્બર મહિનામાં જ રશિયાની સેનામાં જોડાયેલ હતો જેથી આ મહિનાની શરૂઆતમાં જ હેમિલના પિતાએ ભારતીય દૂતાવાસને પત્ર લખીને પુત્રને પરત લાવવા માટે આજીજી કરી હતી. હેમિલ ના નિધનના સમાચાર સામે આવ્યા બાદ પણ રશિયા દ્વારા ભારતીય દૂતાવાસને આ મુદ્દે હજુ સુધી કોઈ જાણકારી આપવામાં આવી નથી.

હેમિલનું નિધન થયું તેના એક દિવસ પહેલા જ તેને પોતાના પિતા સાથે વાતચીત પણ કરી હતી. હુમલાના બનાવ અંગે જાણવા મળ્યું હતું કે, 150 મીટરના અંતરે હેમિલ ફાયરિંગ અને મિસાઈલ ફાયરિંગની પ્રેક્ટિસ કરી રહ્યો હતો. જ્યારે અચાનક વિસ્ફોટ થયો ત્યારે અન્ય લોકો ખાઈમાં છુપાઈ ગયા. થોડા સમય પછી ખાઈમાંથી છપાયેલા લોકો બહાર આવ્યા તો તેમને જોયું કે હેમિલનું મોત થઈ ગયું હતું કારણ કે તેના પર મિસાઈલ હુમલો થયો હતો.

21 ફેબ્રુઆરીએ જે ટુકડી પર હુમલો થયો હતો તેના ચાર ભારતીયો ભાગ હતા. આ હુમલામાં નેપાળના એક નાગરિકનું પણ મોત થયું હતું. પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર નેપાળ અને ભારતના કેટલાક લોકો રશિયન સેનામાં જોડાયા છે. એક રિપોર્ટ અનુસાર 100થી વધુ ભારતીય યુવાનો રશિયન આર્મીમાં જોડાયા છે. તેમાંથી મોટા ભાગનાને સુરક્ષા સહાયક તરીકે રાખવામાં આવ્યા છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *