એક સમયે બોલીવુડ મા રાજ કરનાર આશા પારેખ ગુજરાત ના આ ગામ ના વતની છે ! જાણો 80 વર્ષ ની ઉમરે કેવા દેખાઈ છે અને શુ કરે છે..

ગુજરાતી સિનેમાનો સુવર્ણ યુગ ગણાતો હતો. આજે જે પ્રખ્યાત કલાકારો બોલિવુડમાં અભિનયના ઓજસ પાથરી રહ્યા છે તે કલાકારો ગુજરાતી ફિલ્મોના કામ કરતા હતા. આજે આપણે બૉલીવુડનાં શદાબહાર અભિનેત્રી આશા પારેખનાં જીવન વિશે જાણીશું. આશા પારેખ ભલે બોલીવુડના અનેરું મહત્વ આપ્યું હોય પણ તેમનો ગુજરાત ગુજરાત સાથે ખાસ સંબંધ છે. મુંબઈ તેમની કર્મભૂમિ છે તો ગુજરાત તેમની જન્મ ભૂમિ છે. ચાલો અમે આપને જણાવીએ કે, આશા પરેખનો જન્મ કયાં ગામમાં થયો હતો અને કંઈ રીતે સફળ અભિનેત્રી બન્યા.

19 42 27 IMG 20220428 091844 768x735 1

આશા પારેખ મૂળ ગુજરાતી હોવાથી થોડી નોંધપાત્ર ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો જેમાં અખંડ સૌભાગ્યવતી કુળવધુ તેમની યાદગાર ફિલ્મ છે. તેમનો જન્મ 2 ઓક્ટોબર 1942ના રોજ બેંગ્લોરમાં થયેલ પરતું મૂળ વતન ભાવનગરનાં મહુવા ગામ છે.આશા પારેખે માત્ર 16 વર્ષની વયે અભિનય ક્ષેત્રે કારકિર્દી આરંભ કરી હતી. નિર્માતા વિજય ભટ્ટે 1959માં આવેલી પોતાની ફિલ્મ ‘ગુંજ ઉઠી શહનાઇ’માંથી સ્ટારના ગુણ ન હોવાથી રીજેક્ટ કરી તો આજ વર્ષે એસ.મુર્ખજીની ફિલ્મ “દિલ દેકે દેખો” અભિનેતા શમ્મી કપૂર સાથે મુખ્ય નાયિકાનું કામ મળ્યું.

19 42 40 08 15 05 Asha Parekh 768x432 1

ધીમે ધીમે આશાએ સમાજસેવાના કાર્યો પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યુ હતું. નોંધપાત્ર છે કે, સાંતાક્રુઝની એક હોસ્પિટલ સાથે આશા પારેખનું નામ જોડવામાં આવ્યું છે. ૧૯૯૮માં આશાએ સેન્સર બોર્ડ ઓફ ફિલ્મ સર્ટીફિકેશનના ચેરપર્સન તરીકેનો હોદ્દો ગ્રહણ કર્યો. ઉલ્લેખનીય છે કે સેન્સર બોર્ડના ચેરપર્સન બનનાર તે પ્રથમ મહિલા હતી. ૧૯૯૦ના દાયકાની શરૂઆતમાં આશાએ ગુજરાતી સીરીયલ જ્યોતિ સાથે ટીવી જગતમાં ડાયરેક્ટર તરીકેની કારકિર્દીની સફળ શરૂઆત કરી.અનેક સીરીયલોનું નિર્માણ કર્યુ છે.

19 42 30 IMG 20220428 091833 768x506 1

આશા હિન્દી ફિલ્મ જગતમાં સુપરસ્ટાર તરીકેનું બિરૂદ મેળવનાર ગુજરાતી મહિલા છે. જો કે હિન્દી ફિલ્મોમાં તે કારકિર્દીની ટોચ પર હતી તે વખતે પણ ૧૯૬૩માં અંખડ સૌભાગ્યવતી ભવ જેવી ગુજરાતી ફિલ્મમાં કામ કરવાને પ્રાથમિકતા તેણે આપી હતી. તે ફિલ્મ સુપર હિટ સાબિત થઈ હતી અને ગુજરાતી પ્રજા દ્વારા તે ફિલ્‍મને પસંદ કરવામાં આવી હતી.

19 42 32 IMG 20220428 091820 768x417 1

આશા આજીવન કુંવારી રહી, એટલું જ નહીં ક્યારેય કોઈ અભિનેતા સાથેના સંબંધોને લઈને પણ તેનું નામ ચર્ચાસ્પદ ન બન્યું. કદાચ અભિનેતાઓ માટે આશા જેવી જાજરમાન અભિનેત્રી સાથે ઊભા રહેવું મુશ્કેલ હતું, એટલા માટે જ તેઓ આશાથી દૂર રહ્યા. માતા-પિતાનાં મૃત્યુ પછી તેણે પોતાનો વિશાળ બંગલો વેચી નાંખ્યો અને એક નાના સરખા મકાનમાં રહેવા ચાલી ગઈ હતી.

19 42 36 IMG 20220428 091809 768x548 1

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *