આવી રીતે શરુવાત થઈ હતી ગુજરાતી સિનેમા ની ! આ સમય હતો સોના જેવો

ગુજરાતી સિનેમા, સામાન્ય રીતે ઢોલીવૂડ તરીકે ઓળખાય છે, માં પ્રારંભકાળથી અત્યાર સુધીમાં ૧૦૦૦ કરતાં વધુ ચલચિત્રો નિર્માણ પામ્યા છે.ભારતીય સિનેમા ઉદ્યોગનો પ્રાદેશિક અને સ્થાનિક ભાષાના મોટા સિનેમા ઉદ્યોગમાંનો એક એવો ગુજરાતી ભાષા સાથે જોડાયેલો ઉદ્યોગ છે. મુંગી ફિલ્મોનાં જમાનામાં, સિનેઉદ્યોગમાં વ્યક્તિગત રીતે ઘણાં ગુજરાતીઓ હતા. ગુજરાતી સિનેમાનાં છેડા ભુતકાળમાં છેક ૧૯૩૨ સુધી લંબાય છે, જ્યારે ૯ એપ્રિલ ૧૯૩૨ના રોજ પ્રથમ ગુજરાતી ચલચિત્ર નરસિંહ મહેતા રજૂ થયું હતું.

વર્ષ ૧૯૬૦, ૭૦ અને ૮૦ના દશકમાં ફાલ્યા ફૂલ્યાં પછી આ ઉદ્યોગની પડતી શરૂ થઈ. ૨૦૦૦માં તો નવા બનેલાં ચલચિત્રોનો આંક ૨૦ કરતાં પણ ઓછો થઈ ગયો હતો. ત્યાર પછી ગ્રામ્ય વિસ્તારોની માંગ અને પછીથી નવી નવી તકનિકો તથા ચલચિત્રોમાં શહેરી વિષયોના સમાવેશને કારણે ૨૦૧૦માં વળી આ ઉદ્યોગમાં આંશિકરૂપે તેજી આવી. વળી ૨૦૦૫માં તો સરકારે ગુજરાતી ફિલ્મોને ૧૦૦% કરમુક્ત જાહેર કરી હતી,અને ૨૦૧૬માં પ્રોત્સાહનોની નીતિ પણ અમલમાં આવી.

ગુજરાતી સિને ઉદ્યોગનું હુલામણું ઢોલીવૂડ, મુંબઈ (ત્યારે બોમ્બે કહેવાતું) સ્થિત સિનેમા ઉદ્યોગના હુલામણા નામ, બોલીવૂડ થી પ્રેરીત છે. ગુજરાતી ચલચિત્રોમાં વિપુલ પ્રમાણમાં ઢોલનો ઉપયોગ થતો હોવાને કારણે આ નામ પડી ગયું છે. તદ્‌ઉપરાંત, ગુજરાત અને બોલીવૂડ એ બંન્ને શબ્દોનાં સંયોજન દ્વારા પડેલું અન્ય હુલામણું નામ છે, ગોલીવૂડ.

બોલપટનાં આગમન પહેલાંથી જ ઘણી બધી મુંગી ફિલ્મો ગુજરાતી લોકો અને સંસ્કૃતિ સાથે સંકળાયેલી રહી હતી, ઘણાં દિગ્દર્શકો, નિર્માતાઓ અને કલાકારો ગુજરાતીઅને પારસીઓ હતા. ૧૯૧૩ થી ૧૯૩૧ દરમિયાન બોમ્બે માં ગુજરાતીઓની માલીકીનાં ૨૦ જેટલાં સિનેમા નિર્માણગૃહો કે ફિલ્મ કંપનીઓ હતાં; અને ઓછામાં ઓછા ૪૪ મોખરાનાં ગુજરાતી દિગ્દર્શકો હતા.

ગુજરાતી ફિલ્મો મોટે ભાગે માનવીય કે સામાજિક ભાવનાઓ દ્વારા વણાયેલી હોય છે. આમાં પારિવારિક સંબંધો, માનવ્ચ મનની ઈચ્છાઓ અને સમાજ જીવન સંબંધી વિષયવસ્તુ હોય છે. ગુજરાતી સિનેમાના શરુઆતના વર્ષોમાં પૌરાણિક વિષયો અને દંતકથાઓ પર આધારિત ચલચિત્રોનું મોટી સંખ્યામાં નિર્માણ કરવામાં આવ્યું.ખરેખર આ સિનેમા ખૂબ જ આગળ વધી ગયું છે, આજે અબર્ન ગુજરાતી ફિલ્મ તરીકે ઓળખાય છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *