જેતપુરના ભગવાનજી ભાઈ એ 20 લાખના ખર્ચે પક્ષીઓ માટે બનાવ્યો ભવ્ય બંગલો ! જેમા પક્ષીઓ માટે દરેક જાત ની સુવિધા…

સેવા પરમ ધર્મ! આ વાત આપણે અવારનવાર સાંભળતા જ હોઈએ છીએ પરંતુ જીવનમાં આ વાતને આચરણમાં ભાગ્યે જ કોઈ મુકી શકે છે. ત્યારે આપણે એક એવા વ્યક્તિની વાત કરીશું જેમણે નિસ્વાર્થ ભાવે પક્ષીઓની સેવા કરીને એક અતિ પુણ્ય કામ કર્યું છે. આ કાર્ય ભાગ્યે જ કોઈ કરી શકે એવું અદ્દભુત અને પરોપકારી છે. ચાલો અમે આપને આ સરહાનીય ઘટના વિશે જણાવીએ કે, આખરે એ વ્યક્તિ કોણ છે જેમણે પક્ષીઓ માટે 20 લાખ રૂપિયાનો ખર્ચ કરીને અતિ આલીશાન મહેલ સમાન માળાઓ બનાવ્યા છે.

ચાલો અમે આપને જણાવીએ કે, આખરે આ સેવાભાવી અને જીવદયાપ્રેમી વ્યક્તિ કોણ છે અને આ આલીશાન મહેલ સમાન માળા બનવાવનો વિચાર એકને કંઈ રીતે આવ્યો તે સંપૂર્ણ વિગત અમે આપને જણાવશું. હાલમાં જ્યાં જુઓ ત્યાં પેપર, ન્યૂઝ ચેનલો અને સોશિયલ મીડિયામાં સાંકળી ગામના ખેડૂત ભગવાનજી ભાઈની ચર્ચા થઈ રહી છે.શું કામ નો થાય કારણ કે આજના સમયમાં એક પાણીનું પરબ બાંધવા માટે એક 250 કે 150 રૂનું માટલું મુકવામાં વિચાર કરવો પડે ત્યારે ભગવાનજી ભાઈએ પંખીઓ માટે રૂપિયા 20 લાખના ખર્ચે 2500 માટલાનું અદ્દભૂત પંખીધર બનાવ્યું છે.

આ અદ્ભૂત ઘર બનાવવાનો વિચાર ત્યારે આવ્યો જ્યારે ભગવાનજી ભાઈ પોતાની વાડીએ બેઠા હતાં અને વિચાર્યું કે, શિયાળો, ઉનાળો, કે પછી ચોમાસામાં માણસ તો પોતાની રહેવાની વ્યવસ્થા કરી લેશે. પરંતુ અબોલ મુંગા પંખી નુ શુ થતું હશે તેવો વિચારો કરતા તેમને થયું કે મારે આ મુંગા અબોલ પંખીઓ માટે કંઈક કરવું જોઈએ જેથી તેમણે પંખી નાં ઘર માટે વાડીએ બેઠા બેઠા પોતાની કોઠાસુજ મુજબ આકર્ષક ડિજાઇન બનાવીને પંખીઓ માટે માટલા ઘર બનાવ્યું છે.

ભગવાનજી ભાઈએ કોઈ પણ પાસે એક રૂપિયો લીધા વગર પંખી નાં રહેવા માટે પંખી ઘર બનાવવા નું શ‚ કર્યું જેમાં તેમણે ૨૫૦૦ પાકા માટલા બનાવડાવ્યા માટલા પણ પાકા જે ક્યારેય તૂટે નહીં તેવા માટલા બનાવી તને ગ્રામ પંચાયતે આપેલા પ્લોટ મા પોતાની કોઠા સુજ મુજબ કામ શરૂ કર્યું હતું. જેમાં અસલ ગેલવેનાઈઝ નાં બોરનાં પાઇપ થી ગોળ આકારની માટલા રાખવા માટે બાઉનડરી બનાવી જેમાં માટલા બાંધવા માટે સ્ટીલનો વાળાનો ઉપયોગ કર્યો હતો.1 વર્ષ ની અથાગ મહેનત બાદ જાણે કે મહેનત સફળ થઈ.

ગુજરાત મા ક્યાય નો હોઈં તેવું પ્રથમ પંખી માટે માટલા નું પંખી ઘર ત્યાર થયું છે. માટલા ઘરની અંદર પંખી માટે મા અમરનાથ ગુફા પણ બનાવી છે. જ્યાં ભગવાન શિવની સ્થાપના કરવામાં આવશે આ મંદિર ફક્ત પંખી માટે જ બનાવવા મા આવેલ છે ભગવાન ભાઈ એ પંખી ને ચણ અને પાણી માટે કુંડા પણ બનાવેલ છે. આ રીતના પંખી ઘર બનાવે તો ઘણું આ માટલા નાં પંખી ઘરમાં 10 દસ હજાર થી વધુ પંખી પરિવાર આરામ થી રહી શકશે.આ સેવા કાર્યને સૌ કોઈ બિરદાવી રહ્યા છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *