આવી હતી મનુ રબારી ના જીવન ના સંઘર્ષ ની કહાની ! હાલ જીવે છે આવુ જીવન

આજે આપણે ગુજરાતી કલાકાર નહિ પણ ગુજરાતી સિનેમા અને ગુજરાતને લોકપ્રિય સંગીત આપનાર મનું રબારીના જીવન વિશે વાત કરવી છે. તમને જાણીને નવાઈ લાગશે પણ આ સફળતા પાછળ અનેક ગણું સઘર્ષ રહેલ છે. આજે કિંજલ દવે ને જે લોકપ્રિયતા મળી છે, જેની પાછળ મનું રબારી છે. આજે મનું રબારી નું સંગીત ક્ષેત્ર મહત્વનું યોગદાન રહેલું છે. ખરેખર ચાલો તેમના જીવન વિશે જાણીએ. મનું રબારી ગુજરાતનું અમૂલ્ય રતન સમાન છે.

ગુજરાતી ગીતોના લેખકનો પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વડગામ થી જે મનુભાઈ રબારી નો જન્મ થયો તેના પિતાનું નામ નાગજીભાઈ રબારી છે મનુભાઈ બાળપણથી જ પુસ્તકો વાંચવાનો અને લખવાનો ગીતો ગાવાનું ગીતો સાંભળવાનો અને બીજા કલાકારો ની કેસેટો સાંભળવાનો ખૂબ શોખ હતો.જ્યારે તેઓ આઠમા ધોરણમાં ભણતા હતા તે સમયે ગુજરાતીમાં સાજન ને સથવારે અને હિન્દીમાં કુરબાન થઈ અને પ્રેરણા મેળવી હતી અને દરેક ને ખુબ જ પસંદ આવે અને આપણે કુદરતી જ કેતુ લખવાની પ્રેરણા.તેમણે ૨૦ વર્ષની ઉંમરેથી જ પ્રોફેશનલ રીતે શરૂ કરી.

સમય જતાં 2005માં દુખડા હરો માં દશામાં ની મુવી માં પ્રથમવાર મનુ રબારીએ ગીતો લખ્યા અને આખી તો ગુજરાતના પ્રખ્યાત ગાયક પ્રફુલ દવે એ ગાયેલા ગીતો પબ્લિક માં ખૂબ જ લોકપ્રિય થયા અને આ મનુભાઈ તરીકેની એન્ટ્રી થઈ આ મુવી ના ડિરેક્ટર ઉત્તર મોદી અને કલાકારોમાં હિતેન કુમાર અને ફરીદામીર હતા આ પછી તેઓ કંપનીમાં જોડાયા અને આલ્બમોમાં ઘણા બધા લોકપ્રિય ગીતો લખ્યા અને લોકપ્રિયતા મેળવતા થયા

મનુભાઈ રબારી ના ગીતો કિંજલ દવે થી લઈને કિર્તીદાન ગઢવી સુધી દરેક કલાકારોએ ગયા છે કિંજલ દવેના સંગીત કરિયરની શરુઆત ના દિવસો માં હમીર ને પાડી હા નામ લખી આપ્યું આ ગીત એટલું બધું હિટ થયું હતું કે કિર્તીદાન ગઢવી પણ આ ગીત ગાયેલા છે આ ઉપરાંત કિંજલ દવે માટે મનુભાઈ લખેલા ગીતો ની વાત કરીએ તો લેરી લાલા ચાર બંગડીવાળી ગાડી છોટેરાજા મોજમાં વગેરે સુપરહિટ ગીતો આપ્યાં છે.

જીગ્નેશ કવિરાજની આપેલા ગીતોની વાત કરીએ તો હાથમાં છે વિસ્કી અને સાજન લાખોમાં એક વગેરે લોકપ્રિય ગીતો આપ્યા છે ગીતા રબારી રોણા શેરમાં નું ગીત આપી છે જે ખૂબ જ પ્રચલિત થયું છે.હાલમાં તેઓ સંગીત ક્ષેત્રમાં કાર્યરત છે અને તેમની યૂટ્યૂબ ચેનલ નું બધું દેખરેખ તેમનો દીકરો વિરલ રબારી રાખે છે. આ બાપ દીકરાની જોડી ભવિષ્યમાં કમાલ કરશે. હાલમાં વિરલ રબારી સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે અને સાથે હવે પિતાના બિઝનેસમાં ધ્યામ આપે છે.મનું રબારીએ પોતાની આવડત અને કોઠા સૂઝ થી સંગીત ક્ષેત્રે નામના મેળવી છે.આજે વૈભવશાળી જીવન જીવે છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *