આ બિલાડીની દૂધ પીવાની આ જુદી જ રીત જોઈ તમેં પણ ચોંકી જશો..જુઓ વિડીયો..

આ રંગબેરંગી આ દુનિયામાં.ક્યારેક આપણને થાય કે પ્રાણીઓ વગર આપણું જીવન શક્ય નથી..પ્રાણીઓ એ મૂંગા હોય છતાં બધું સમજવાની શક્તિ ધરાવતાં હોય છે..ક્યારેક એમની કેટલીક હરકતો આપણી માટે યાદગાર બની જતી હોય છે,હાલ જ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થવા પામ્યો છે જેમાં બિલાડીનું ખૂબ જ પ્રિય ભોજન દૂધ એ કંઈક અલગ અંદાજમાં પીતી જોવા મળૅ છે, શુ છે સમગ્ર ઘટના,ચાલો જાણીએ…

CAT 1 768x512 1

આ વીડિયો IAS અધિકારી અવનીશ શરણે 2 મેના રોજ ટ્વિટર પર શેર કર્યો હતો.આ 54 સેકેન્ડના વીડિયોમાં આપણને જોવા મળે છે એક બિલાડી તેના બે પગ પર ઊભી રહી ને આજુબાજુ નિરીક્ષણ કરતી જોવા મળે છે,પછી થોડા સમય બાદ તે તેના માલિક ને પોતાનો પગ વડે તેને જાણે બોલાવતી હોય અને તે તેની પાસે દૂધ માંગતી હોય એવું અનુભવાય છે ત્યારબાદ તે માણસ ગાયના આંચળમાંથી દૂધની ધારા વહેડાવે છે અને બિલાડી તેને ખૂબ જ પ્રેમથી પીતી જોવા મળે છે. ત્યારબાદ એક શાંત અવસ્થામાં બેસતી જોવા મળે છે.આ વીડિયો ક્યારે અને કોના દ્વારા ઉતારવામાં આવ્યો આ અંગે કોઈ માહિતી મળેલ નથી..

આ વીડિયોમાં અવનીશ શરણે પોસ્ટ કરતા વખતે તેણે એક હાર્ટ ઇમોજી અને તેની સાથે કેપ્શનમાં એવું લખ્યું કે,”બસ દરેકના હાવભાવ સમજવાની જરૂર છે.”જોકે તમને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં આ ટ્વીટ કરેલા વીડિયોને લગભગ 29 હજાર લાઈક્સ અને 1.4 મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે. ઉપરાંત ઘણા લોકોએ ખૂબ જ સુંદર પ્રતિભાવ આપતા જણાય છે જેમાં એક યુઝરે જણાવે છે કે – “કેટલો સુંદર વીડિયો છે!” જ્યારે કોઈ બીજા યુઝર આ અંગે જણાવે છે કે “સમજદાર માટે માત્ર એક ઈશારો જ કાફી છે. જ્યારે અન્ય યુઝરે એવું જણાવ્યું કે “આ વિડીયો આજના ઇન્ટરનેટ પરનો સૌથી બેસ્ટ વિડીયો છે.”

જોકે આ વીડિયો પરથી આપણને એ સમજાય કે પ્રાણીઓની મૂંગી વાચા કેટલી મીઠી હોય છે જે માત્ર ઈશારા અને હાવભાવ દ્વારા જ પોતાની લાગણીઓ દર્શાવી દેતા હોય છે, કેમિકલ દૂધ વાળા કરતા આજે આ પ્રાણીને ગાયનું શુદ્ધ દૂધ પીવાની ઈચ્છા થઈ હોય તેવુ જણાતું હતું.જોકે આ અંગે તમારો શુ પ્રતિભાવ છે એ અમને જરૂર જણાવશો..

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *